પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા
લાયન્સ ક્લબ ઉમરેઠમાં મહેંદી હરિફાઈ તેમજ વિવિધ પ્રવૃત્તિ યોજાઈ હતી. ગૌરીવ્રત નિમિત્તે લાયન્સ ક્લબ ઉમરેઠ મા નગરપાલિકા સ્કુલમાં મહેંદી હરિફાઈ યોજાઈ.જેમા 80 વિદ્યાર્થીનીઓ એ ભાગ લીધો હતો પ્રથમ પાંચ નંબર ને ઇનામ આપવામા આવ્યા હતા. નિર્ણાયક તરીકે આચાર્યા મનિષાબેન ગજ્જર,વર્ષાબેન પટેલ અને પ્રિતિ બેન શુક્લએ ફરજ બજાવી હતી.તેમજ ખજાનચી લા.વિજયભાઈભટ્ટ તરફ થી ઉમરેઠ નગરની એચ.ઍમ.દવે .જ્યુબિલી સ્કૂલ જયુબિલી ગર્લ્સ આજુબાજુના ગામની હમિદપુરા પરવટા બેચરી મળી કુલ 14 શાળા ના બાળકો ને 2600 ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું અને નગરની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં મહેંદીના કોન આપવામા આવ્યા હતા. પ્રમુખ લા.જગદિશભાઈ મંત્રી લા.રમેશભાઈ રાણા, રીજીયન ચૅરમૅન લા.ઘનશ્યામભાઈ,લા.ઈશ્વરભાઈ,દિપક શેઠએ વિજય ભાઈ ને સેવાકીય પ્રવૃત્તિ માટે અભિનંદન આપ્યા હતા.