GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ચોરીના ગુનાના સંડોવાયેલ ઇસમને ત્રાજપર ચોકડી પાસેથી ઝડપી લીઘો

 

MORBI:મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ચોરીના ગુનાના સંડોવાયેલ ઇસમને ત્રાજપર ચોકડી પાસેથી ઝડપી લીઘો

 

 

મોરબી સિટી બી ડિવિઝન પોલીસે મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. ગુ.રજી. નં. ૧૨૨૭/૨૦૨૪ ઇપીકો કલમ ૩૮૦, ૪૫૭ મુજબના ઘરફોડ ચોરીના તથા સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુના નંબર ૪૧૭/૨૦૨૪ ઇપીકો કલમ ૩૯૫, મુજબના ધાડના ગુનામાં પકડવાના બાકી આરોપી રાહુલભાઇ પેથાભાઇ સરવૈયા રહે. ચાર માળીયા સુરેન્દ્રનગર વાળાને મોરબી ત્રાજપર ચોકડી નજીક ઇન્ડીયન ઓઇલ પંપની પાછળથી પકડી પાડી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

આ આરોપી રાત્રીના સમયે બંધ મકાનના તાળાના નકુચા સળીયા વડે તોડી ઘરફોડ ચોરી કરવાની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે. તેની સામે સુરેન્દ્રનગરમાં 6 અને વઢવાણમાં 2 ગુના અગાઉ નોંધાયેલ છે. આ કામગીરીમાં પો.ઇન્સ. એન.એ.વસાવા, પો.સ.ઇ. ડી.કે.જાડેજા, પો.હેડ.કોન્સ. ભગવાનભાઇ ખટાણા, ચંદ્રસિંહ કનુભાઇ, વિજયભાઇ મુળુભાઇ, પો.કોન્સ. શક્તિસિંહ કિશોરસિંહ, દશુભા જેઠવા રોકાયેલ હતા.

Back to top button
error: Content is protected !!