ANANDANAND CITY / TALUKOANKLAV

પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત વિજળી યોજના અંતર્ગત બેઠકનું આયોજન.

પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત વિજળી યોજના અંતર્ગત બેઠકનું આયોજન.

તાહિર મેમણ – આણંદ – 21/11/2024 – પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત વિજળી યોજના અંતર્ગત દેશમાં સોલાર રૂફ્ટોપ સ્થાપિત કરવામાં ગુજરાત રાજ્યે પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ ઘરોએ આ યોજનાનો લાભ લીધો છે. ત્યારે, આ યોજના અંતર્ગત જિલ્લાના દરેક ઘરની છત પર સોલાર લાગે તે માટે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જિલ્લા કક્ષાએ અસરકારક અમલીકરણ થાય તે માટે બેઠકનું આયોજન કર્યું હતું.

જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ આ યોજના અંતર્ગત ઉક્ત યોજનાના વધુમાં વધુ નાગરિકો લાભાન્વિત બને તે માટે આઇ.ઈ.સી એક્ટીવીટ હાથ ધરવામાં આવે તેના દિશાનિર્દેશ આપ્યા હતા. તેમજ આ માટેના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જઈને ગામજનોને પી.એમ સૂર્ય ઘર યોજનાઓથી માહિતગાર કરવા જણાવ્યું છે. આમ, પર્યવરણનું જતન કરતી સોલાર રૂપટોપ યોજનાનો જિલ્લાના મહત્તમ નાગરિકો લાભ લે તેવી જિલ્લા કલેક્ટરે અપીલ કરી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર આર.એસ.દેસાઈ, એમ.જી.વી.સી.એલના અધિક્ષક ઇજનેર, પેટલાદ નગરપાલિકા કાઉન્સિલર, લીડ બેન્ક મેનેજર સહિત કમીટીના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઘર માટે સોલાર રૂફ ટોપ મેળવવા નેશનલ પોર્ટલ https://pmsuryaghar.gov.in પર જઈને કાર્યવાહી કરવાની થાય છે. આ યોજનાના રજીસ્ટ્રેશન માટે ફક્ત ગ્રાહક નંબર અને મોબાઈલ નંબરની જરૂરિયાત રહે છે. આ માટે મોબાઇલમાં PM SURYAGHAR એપ ડાઉનલોડ કરવાથી પણ રજીસ્ટ્રેશન કરી શકાય છે.

Back to top button
error: Content is protected !!