ANANDANAND CITY / TALUKO
આણંદમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અધિકારીઓ-કર્મચારીઓએ રાષ્ટ્રીય એકતાના શપથ લીધા

આણંદમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અધિકારીઓ-કર્મચારીઓએ રાષ્ટ્રીય એકતાના શપથ લીધા
તાહિર મેમણ – 30/10/2025 – આણંદ – રાષ્ટ્રીય એકતા દિવસ’ અંતર્ગત આજરોજ આણંદ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની ઉપસ્થિતિમાં વિવિધ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા.
દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ દેશની એકતા અને અખંડિતતા જાળવવાના સંકલ્પને પુનરાવર્તિત કરવાનો અવસર પૂરો પાડે છે.
આ પ્રસંગે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવા તેમજ રાષ્ટ્ર પ્રત્યેની ફરજોનું સ્મરણ કરવા સંકલ્પ લીધો હતો. આ શપથ દ્વારા દેશની ભાવનાત્મક એકતાને મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.





