ANANDANAND CITY / TALUKO

આણંદ જિલ્લામાં રૂપિયા 2.25 કરોડના ખર્ચે નવનિર્મિત આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરાયું

આણંદ જિલ્લામાં રૂપિયા 2.25 કરોડના ખર્ચે નવનિર્મિત આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરાયું

 

 તાહિર મેમણ – આણંદ – 04/06/2026 – પેટલાદ તાલુકાના ઈસરામા, મહેળાવ, સિહોલ, સીમરડા અને બોરસદ તાલુકાના કાવીઠા ગામ ખાતે અંદાજિત રૂપિયા 2.25 કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ પામેલ આરોગ્ય મંદિર નું લોકાર્પણ નાણાં રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના છેવાડાના માનવીને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે આધુનિક આરોગ્ય મંદિરોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

 

તેમણે ઉમેર્યું હતુ કે, આજે લોકાર્પણ કરવામાં આવેલ આ પાંચ આરોગ્ય મંદિરના કારણે ગ્રામજનોને તાત્કાલિક આરોગ્યની સેવા અને શ્રેષ્ઠ આરોગ્ય લક્ષી સુવિધા ઘર આંગણે જ ઉપલબ્ધ થશે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય મંદિર ખાતે સીએચઓ સહિતના કર્મચારીઓને મૂકવામાં આવ્યા છે, તેઓ આરોગ્ય મંદિર ખાતે આવતા દર્દીઓને શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડશે.

 

આ પ્રસંગે આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મયુરીબેન પટેલ, પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રણજીતસિંહ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી બ્રિજેશભાઈ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. પિયુષ પટેલ, આરોગ્ય વિભાગના અધિકારી/કર્મચારીઓ, અગ્રણી શ્રી અલ્પેશભાઈ પટેલ, હિતેન્દ્રસિંહ પરમાર, જિલ્લા/તાલુકા પંચાયતના સભ્યો, ગામના સરપંચો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!