આણંદ – રીક્ષા ડ્રાઈવર દ્વારા રાષ્ટ્ર્રધ્વજ ફરકાવવામાં આવ્યો અનોખી રીતે સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી.

આણંદ – રીક્ષા ડ્રાઈવર દ્વારા રાષ્ટ્ર્રધ્વજ ફરકાવવામાં આવ્યો અનોખી રીતે સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી.
તાહિર મેમણ – આણંદ – તારીખ : 15/08/2024, ગુરુવારનાં રોજ પાધરિયા વિસ્તારમાં આવેલ પ્રતિષ્ઠિત શાળા સેન્ટ.સિરીલ સ્કૂલના પરિસરમાં સંચાલક જુલિયસ સિરીલ ડાભી અને ડૉલી જે. ડાભી ના માર્ગદર્શન હેઠળ શાળામાં 78 માં સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આપણા સમાજ ઘ્વારા જે વ્યક્તિઓ ને અણદેખા કરવામાં આવે છે તેવા વ્યક્તિઓ ને શાળા ઘ્વારા પૂર્ણ માન સન્માન આપવામાં આવે છે. આથી આજના દિવસે શાળા ઘ્વારા કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિના સ્થાને શાળામાં બાળકોને સહીસલામત લાવનાર અને તેઓના ઘરે પહોંચાડનાર રીક્ષા ડ્રાઈવર અલ્તાફમિયાં એમ. મલેક અને
સિકંદરભાઈ યુ. વ્હોરા ઘ્વારા રાષ્ટ્ર્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તદુપરાંત સંચાલક ઘ્વારા બાળકોને માર્ગદર્શિત કરતું વક્તવ્ય આપવામાં આવ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું કે સમાજના દરેક વ્યક્તિને સમાન આદર અને સત્કાર મળવા જોઈએ. તેઓ કોઈ પણ કામ કરતા હોય તેઓના કામની ઈમાનદારીની કદર કરવી જોઈએ. બાળકોને પણ તેઓએ શીખ આપી હતી કે હમેશા આપણી નીચે કામ કરનારા દરેક વ્યક્તિનું માન સન્માન જળવાઈ રહે તેં દેશના દરેક નાગરિક ની ફરજ છે. આજના આ અદભુત દિન નિમિત્તે સંચાલક જુલિયસ સિરીલ ડાભી ઘ્વારા સમાજને એક ઉમદા વ્યક્તિત્વની કદર કરતું ઉદાહરણ સર્વ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે.




