
પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર :કુંજન પાટણવાડીયા
ઉમરેઠ તાલુકામાં કેટલાય સમયથી નદીના પટમાં ખનીજ માફીયાઓ દ્વારા ગેરકાયદેસર રેતી ખનનની કામગીરી ચાલી રહી છે અને સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ ચર્ચાઈ રહું છે કે ક્યાંક ને ક્યાંક ખનીજ માફીયાઓનો દબદબો નજરે પડે છે.
ગત રોજ મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી આણંદની સૂચના અન્વયે ખનીજ ખાતું આનંદની ટીમ ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ખાતેથી સાદી રેતી ખનીજના બિનઅધિકૃત ખનન ઉપયોગમાં લેવાતાં એક લોડર મશીન અને ને ટ્રેકટર ટ્રોલી સાથે કુલ મળીને 12 લાખ ઉપરાંતનો મુદ્દામાલ સીઝ કરીને ઉમરેઠ પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો હતો અને આ તમામ મુદ્દામાલના માલિકો સામે નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વધુ માહિતી પ્રમાણે આ પ્રકારની ખનીજ વિભાગની કામગીરી સામે સ્થાનિકો અને પ્રજામાં નારાજગી હોય તેમ દેખાઈ રહ્યું છે અને ચર્ચાનો વિષય બન્યો છે કેમ કે આવા નાના નાના ખનીજ માફીયાઓ સામે આવા પ્રકારની કામગીરી કરીને મોટા પાયે જે રેતી ખનન કરી રહ્યા છે તેવા મગરમચ્છ સમા ખનીજ માફીયાઓ સામે કાર્યવાહી ક્યારે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે જોવાનુ રહ્યું કે ખનીજ વિભાગ તેવા મગરમચ્છ ખનન માફીયાઓ સામે કેવા પ્રકારની કાર્યવાહી કરશે.?
પ્રાપ્ત માહિતી મુજબ જો ખનીજ વિભાગ દ્વારા ઊંડાણ તપાસ કરવામાં આવે તો બિનઅધિકૃત ખનન કરતા આવા કેટલાય ખનીજ માફીયાઓ સામે આવે તેમ છે.






