
તસ્વીર : કુંજન પાટણવાડીયા
પ્રતિનિધિ : ઉમરેઠ



પ્રાપ્ત માહિતી મુજબ ઉમરેઠ તાલુકામાં આવેલ ભોઈપુરા સીમ વિસ્તારમાં મારામારી ની ઘટના સામે આવી.ઇકો ગાડી લઈને આવેલ અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો અને સમગ્ર ઘટનામાં બે પુરુષ તથા એક મહિલાને ગંભીર ઈજાઓ થવા પામી છે.ઈજાઓ થયેલ તમામને ઉમરેઠ સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા પરંતુ વધુ ગંભીર ઈજાઓ ના કારણે સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.સમગ્ર ઘટનાની જાણ થતાં ઉમરેઠ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




