લોકશાહીનું અદભુત પ્રદર્શ વિદ્યાર્થીઓને ચુંટણી પંચની પ્રક્રિયાથી વાકેફ કરાવાયા

લોકશાહીનું અદભુત પ્રદર્શ
વિદ્યાર્થીઓને ચુંટણી પંચની પ્રક્રિયાથી વાકેફ કરાવાયા
તાહિર મેમણ : આણંદ – 29/06/2024- નાનાકલોદરાની હાઇસ્કૂલ શ્રી ચંચલ દીપ વિદ્યાવિહારમાં લોકશાહીનું અદભુત પ્રદર્શન
વિદ્યાર્થીઓને ચુંટણી પંચની પ્રક્રિયાથી વાકેફ કરાવાયા
ખંભાત તાલુકાનાં નાનાકલોદરા ગામની હાઇસ્કૂલ શ્રી ચંચલદીપ વિદ્યાવિહારમાં GS અને LR ની ચુંટણી નું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ચુંટણીમાં ધોરણ ૬ થી લઈને ધોરણ ૯ ના ૧૦ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. એ લોકો માં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ચૂંટણીમાં જેમ પહેલા ઉમેદવાર ફોર્મ ભરે ત્યારબાદ ચૂંટણી પ્રચાર કરે અને ત્યારબાદ વોટિંગ અને કાઉન્ટીન્ગ થાય તેવી આખી પ્રક્રિયા કરવામાં આવી હતી.ઉમેદવાર બનેલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા પછી પ્રચાર કર્યો અને ચુંટણીના ૨૪ કલાક પહેલા પ્રચાર- પ્રસારના પડઘાં બંધ કરી દીધા હતાં. શાળામાં એક મતદાન મથક બનાવવામાં આવ્યું હતુ. ત્યાં ધોરણ ૪ થી ધોરણ ૧૦ ના મતદારોએ મતદાન મથક પર જઈ ખૂબ જ સારી રીતે અને શાંતિ પૂર્વક મતદાન કર્યું હતું. સુરક્ષાકર્મી તરીકે ધોરણ આઠ ના વિદ્યાર્થી પટેલ જીમિલ અને પટેલ કુંજ એ ફરજ બજાવી હતી.આ ચુંટણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ચુંટણી વિશેની ગંભીરતા તરફ ધ્યાન દોરવાનો અને તેનું મહત્વ સમજાવવાનો હતો કે ચુંટણી લોકમત જાણવાનું તેમજ લોકશાહીનો આધાર સ્તંભ ગણવામાં આવે છે. આ ચુંટણીમાં GS તરીકે ધોરણ – 6ના મહેશ્વરી કુંદન કેશવલાલ અને LR તરીકે ધોરણ-9 ના રોહિત ભાર્ગવી હસમુખભાઈ બહુમતથી ચૂંટાયા.અંતે શાળાના આચાર્યા શ્રી ઇન્દ્રાબેન પટેલે આ આખી સફળ ચુંટણીનું આયોજન કરનાર શાળાનાં મદદનીશ શિક્ષિકા નાહીદાબેન અને તેમના સહાયક શિક્ષિક હર્ષદભાઈ રાણાનો આભાર વ્યક્ત કર્યો આ ઉપરાંત ચૂંટાયેલા નવા પ્રતિનિધિઓને અભીનંદન પાઠવ્યા.




