
વિજાપુર શહેરના 25 જેટલા હિન્દૂ સંગઠન દ્વારા ભાગવદ ગીતાના અભ્યાસક્રમના વિરોધ ને વખોડતા આવેદનપત્ર પત્ર સુપ્રદ કર્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેર તાલુકાના 25 જેટલા હિન્દૂ સંગઠન દ્વારા એકસાથે 25 જેટલા શ્રીમદ્ ભગવદ ગીતા ના અભ્યાસ ક્રમનો સમાવેશ બાબતે વિરોધ કર્તાઓને વખોડતા હિન્દૂ સંગઠન ના આગેવાનો એ રેલી સ્વરૂપ નીકળી મામલતદારને આવેદનપત્ર સુપ્રદ કર્યું હતુ. આ અંગે મળતી વિગતો મુજબ વિશ્વ હિન્દુ પરિષદ આર.એસ.એસ તેમજ સામાજીક સમરસતા મંચ ગુજરાત .સહિત 25 સંગઠન ના અગ્રણીઓ એ આવેદનપત્ર સુપ્રદ કરતા જણાવ્યું હતુકે ભગવદ ગીતા નો અભ્યાસ ક્રમ માં સમાવેશ બાબતે કેટલાક પોતાનો અંગત નિહિત સ્વાર્થ તેમજ રાજકીય તૃસ્ટી કરણ માટે વિરોધ કરે છે તેને સંગઠન દ્વારા વખોડવા માં આવ્યું હતું.શ્રીમદ્દ ભગવદ ગીતા માં દર્શાવેલ મુલ્યો સિધ્ધાંતો કોઈપણ જાતિ ધર્મ પંથ કે મંત કોઈ પણ સંપ્રદાય ને ઉલ્લેખ કરી કહેવામાં આવ્યું નથી.ભાગવદ ગીતા માં જ્ઞાન ભક્તિ કર્મયોગના નીતિયોગ સિધ્ધાંતો મૂલ્યો ની સમજ આપવામાં આવી છે. અભ્યાસ ક્રમ માં ભાગવદ ગીતાના સમાવેશના વિરોધને સંગઠન કડક શબ્દો માં વખોડી મામલતદાર જે.એસ.પટેલને આવેદનપત્ર સુપ્રદ કર્યું હતુ.ભગવદ ગીતા નો પાઠ અભ્યાસ ક્રમ માં સંકોચ વીના ચાલુ રાખવા માં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ભગવદ્દ ગીતા ના અભ્યાસ ક્રમ થી વિદ્યાર્થીઓ માં શરૂઆતી જીવનમાં સંવર્ધન થાય શક્તિ શાળી ભારત માટે અભ્યાસક્રમ જરૂરી છે.



