BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર ખાતે એરોમા સર્કલ ઉપર ફરજ બજાવતા ટી.આર.બી. જવાનની માનવતા મહેકી ઉઠી

8 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા

*પાલનપુર ખાતે એરોમા સર્કલ ઉપર ફરજ બજાવતા ટી.આર.બી. જવાનની માનવતા મહેકી ઉઠી

પાલનપુર એરોમા સર્કલ ઉપર ફરજ બજાવતા કર્મચારીઓની નિષ્ઠા અને માનવતા ઘણી વખત જોવા મળે છે ગત તારીખ 7 સપ્ટેમ્બર 24 ના રોજ ટી.આર.બી જવાન મોતીભાઈ કલાભાઈ દેસાઈ પોતાની ફરજ બજાવી રહ્યા હતા ત્યારે તેમની નજર એરોમા સર્કલ થી સર્કિટ હાઉસ તરફના માર્ગ ઉપર પડતાં અચાનક કોઈ ભાઈના ડોક્યુમેન્ટ નીચે પડી ગયા હતા તે તેમણે જોયું તો તેમાં ઓરીજનલ બેંક ચેકબૂક,આધારકાર્ડ , પાનકાર્ડ , ચૂંટણીકાર્ડ વગેરે મળી આવેલ હતા.અને તેમના ડોક્યુમેન્ટ નું નામ સંજયકુમાર મોહનલાલ સલાટ રહેવાસી સુખબાગ રોડ સલાટવાસ પાલનપુર ના હોવાનું જાણવા મળ્યું હતું.જેના આધારે કોન્ટેક્ટ સંપર્ક કરી ને તમામ ડોક્યુમેન્ટ તેમને પરત આપવામાં આવેલ હતાં જેથી ટીઆરબી જવાનની માનવતા લોકમુખે પ્રશંસનીય બની રહી છે.

Back to top button
error: Content is protected !!