ANANDANAND CITY / TALUKO

આણંદની સરદાર ચોકી પાસે 30થી વધુ દબાણો દૂર કરીને રસ્તો ખુલ્લો કરાયો

આણંદની સરદાર ચોકી પાસે 30થી વધુ દબાણો દૂર કરીને રસ્તો ખુલ્લો કરાયો

તાહિર મેમણ – આણંદ – 09/12/2025 – આણંદ મનપા એસ્ટેટ વિભાગે શહેરને દબાણ મુકત કરવાનો નિર્ણય કર્યો છે.સોમવારે આણંદ શહેરના અમૂલ ડેરી રોડ, સરદાર બાગ પોલીસ ચોકી વિસ્તારમાં ગેરકાયદે હોડીંગ ,મંડપ તેમજ લારી સહિત 30થી વધુ દબાણો હટાવીને રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો. જ્યારે જૂના બસ સ્ટેશન પાસે ટુંકી ગલી વિસ્તારમાં મનપાની ટીમ બપોરે પહોંચી હતી. ત્યારે લારીઓ વાળામાં નાસભાગ મચી ગઇ હતી. મનપા ટીમ અને લારીઓ વાળા વચ્ચે રકઝક થઇ હતી.

 

 

પ્રાપ્ત માહિતી અનુસાર કરમસદ આણંદ મહાનગર પાલિકાએ શહેરમાં ટીમોએ આકસ્મિક રીતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.ત્યારે જાહેર રસ્તાઓ ઉપર લોકોને અડચણરૂપ થાય તે રીતે ઉભા કરવામાં આવેલ દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.અને મહેન્દ્ર શાહ હોસ્પિટલ થી સરદાર બાગ પોલીસ ચોકી વિસ્તારના 30થી વધુ નાના મોટા કાચા પાકા દબાણો દૂર કરીને રસ્તો ખુલ્લો કરવામાં આઆવ્યો હતો.તેમજ દબાણો દૂર કરતા માલ સામાન જપ્ત કરવામાં કરવામાં આવ્યો હતો તો વળી ટૂંકી ગલી વિસ્તારમાં ટીમ પહોંચતા લારીઓવાળા નાસભાગ મચી ગઇ હતી. કેટલાંક લારીઓવાળાએ મનપા ટીમ સાથે બોલાચાલી કરતા મામલો ગરમાયો હતો. આગામી દિવસો શહેરના અન્ય માર્ગો પરથી દબાણો હટાવવામાં આવશે.

Back to top button
error: Content is protected !!