ANANDUMRETH

વ્યાજખોરોએ વધુ વ્યાજની ઉઘરાણીનો ત્રાસ આપી છીનવી લીધો પરિવારનો કમાઉ દીકરો.

પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા

 

આણંદ જિલ્લાનાં ઉમરેઠમાં રહેતાં અને કડિયાકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતાં સબ્બીર કારીગરે ૬ દિવસ અગાઉ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. જે બાદ પરિવારજનોએ મૃતક સબ્બીર કારીગરના મૃતદેહને સેફુલ્લાહ દરગાહ ખાતેના કબ્રસ્તાનમાં દફનાવ્યો હતો. બીજી બાજુ આ પરિવારજનોએ આ સબ્બીર કારીગરનો ફોન ચેક કરતાં તેમાં કેટલાક ફોન રેકોર્ડિંગ મળી આવ્યાં હતાં. જેમાં વ્યાજખોરો રૂપિયાની લેવડ- દેવડ મામલે સબ્બીરને ઘમકાવતાં હોવાનું જણાઈ આવ્યું હતું. હું. આ ઉપરાંત વ્યાજખોરોએ અગાઉ સબ્બીર સાથે મારઝૂડ કરી હોવાની પણ જાણ થઈ હતી. આમ, આ વ્યાજખોરોના ત્રાસને કારણે જ સબ્બીર કારીગરે આપઘાત કર્યો હોવાની અરજી પરિવારજનોએ ઉમરેઠ પોલીસમથકમાં આપી હતી . ત્યારે, સબ્બીર કારીગરનું મોત ઝેર પીવાથી થયું છે કે અન્ય કોઈ કારણોસર થયું છે તે જાણવા માટે કરવાનું હોવાથી મંગળવારના રોજ ઉમરેઠ મામલતદાર નીમેશ પારેખ, પોલીસ તેમજ પ્રાંત અધિકારીની હાજરીમાં કબર ખોદીને સબ્બીર કારીગરનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં નિષ્ણાંત તબીબોની હાજરીમાં આ મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.મૃતકના ભાઈ સાજીદ કારીગર જણાવે છે કે, મારા નાના ભાઈ સબ્બીર કારીગરે ધંઘા માટે વ્યાજે રૂપિયા લીધાં હતાં. તે નિયમિત રૂપિયા પણ ચુકવતો હતો. પણ છેલ્લાં કેટલાંક સમયથી તેની ઉપર કોઈના ફોન આવતાં હતાં અને તે ઘરમાં પણ સતત ડિપ્રેશનમાં રહેતો હતો. તેને ફોન ઉપર ધમકીઓ આપવામાં આવતી હતી. અને મારઝૂડ પણ કરવામાં આવી હતી. આમ, વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને દવા પીને મારા ભાઈએ આત્મહત્યા કરી.આ અંગે નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઉમરેઠમાં રહેતાં સબ્બીર કારીગરે ગત તારીખ ૩૦ ઓક્ટોબરના રોજ સવારના સમયે ઝેરી દવા પીધી હતી. જેથી તેમના પરિવારજનો આ સબ્બીર કારીગરને સારવાર અર્થે સૌપ્રથમ ઉમરેઠની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયાં હતાં. જે બાદ વધુ સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં અને ત્યારબાદ ડાકોરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયાં હતાં. જ્યાં સારવાર દરમિયાન સબ્બીર કારીગરનું મોત નીપજ્યું હતું, જે તે વખતે પરિવારજનોને આ અંગે કોઈ કાર્યવાહી કરવી ન હોવાથી પોલીસમાં જાણ કરી ન હતી અને સમાજના રીતીરીવાજ મુજબ સબ્બીર કારીગરના મૃતદેહની દફનવિધિ કરી હતી.જે બાદ મૃતકના ભાઈ સાજીદ કારીગરને જાણવા મળ્યું હતું કે, સબ્બીર કારીગરે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ સબ્બીર કારીગરના મોત બાબતે તેમના પરિવારજનોને શંકા હોવાથી ઉમરેઠ પોલીસ મથકમાં જાહેરાત આપી હતી. જેના આધારે પોલીસે અપમૃત્યુ નોંધ દાખલ કરી અને કબરમાંથી મૃતદેહ બહાર કાઢી પેનલ પોસ્ટમોર્ટમ માટે કરમસદની હોસ્પિટલમાં મોકલી છે.મોતનું સાચું કારણ જાણી તેમજ પુરતાં પુરાવા મેળવ્યાં બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

 

Back to top button
error: Content is protected !!