GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મતદાનના દિવસે મતદાન મથકની ૨૦૦ મીટર ત્રિજ્યામાં ચૂંટણી પ્રતિકો દર્શાવવા કે પ્રચાર પર તથા મતદારોમાં ભય ઉભો થાય તેવા કૃત્ય પર પ્રતિબંધ

 

MORBI:મોરબી મતદાનના દિવસે મતદાન મથકની ૨૦૦ મીટર ત્રિજ્યામાં ચૂંટણી પ્રતિકો દર્શાવવા કે પ્રચાર પર તથા મતદારોમાં ભય ઉભો થાય તેવા કૃત્ય પર પ્રતિબંધ

 

 

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતની સામાન્ય /વિભાજન /મધ્યસત્ર /પેટા ચૂંટણીઓ ૨૦૨૫નો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયેલ છે. મોરબી જિલ્લામાં મતદાન તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ યોજાનાર છે.

મતદાન કરવા જતા મતદારોને કોઈ ડર ન રહે તેમ જ મતદાન કરવા કે ન કરવા બાબતે કોઈ દબાણ ન થાય ચૂંટણીના સંદર્ભમાં ચૂંટણીઓ સંબંધી પ્રતિકો દર્શાવી મતદારોનું ધ્યાન ખેંચવામાં ન આવે તે જોવું જરૂરી છે. મતદાન માટે નક્કી થયેલ મતદાન મથકોની આસપાસના વિસ્તારમાં મતદાનના દિવસે ઉમેદવાર કે તેમના કાર્યકરો ટેકેદારો દ્વારા પ્રચાર ઝુંબેશ કરવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. આથી ચૂંટણી લડતા ઉમેદવાર કે ઉમેદવારના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતું નિવારવા માટે અને મતદાન મથકોની આસપાસના વિસ્તારમાં જાહેર શાંતિ અને સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.બી. ઝવેરી, IAS દ્વારા કેટલાક કૃતિઓ ઉપર ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામાં અનુસાર મતદાનના દિવસે નક્કી થયેલ મતદાન મથકના ૨૦૦ મીટર વિસ્તારમાં ચૂંટણી સંબંધી બુધ ઊભા કરી શકાશે નહીં. ચૂંટણી એજન્ટ અથવા પક્ષના ઉમેદવારના કાર્યકર મતદાન મથકથી ૨૦૦ મીટરની બહાર મતદારોને ઉમેદવારોના નામ પ્રતિક કે પક્ષના નામ વગરની મતદાર કાપીના વિતરણ માટે એક ટેબલ અને બે ખુરશી રાખી શકાશે. છાંયડા માટે છત્રી કે તાડપત્રી કે કંતાનની વ્યવસ્થા કરી શકાશે જેને ચારે બાજુથી બંધ કરી શકાશે નહીં.

મતદાનના દિવસે મતદાન મથકની ૨૦૦ મીટરના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી શકાશે નહીં. ચૂંટણી સંબંધી પત્રિકાઓનું વિતરણ થઈ શકશે નહીં તેમજ ચૂંટણી પ્રતિકો દર્શાવી શકાશે નહીં કે મતદાન કરવા જતા મતદારને ડર કે ભય ઉભો થાય તેવું કૃત્ય કરી શકાશે નહીં. મતદારને કોઈ ઉમેદવારની તરફેણમાં કે વિરુદ્ધમાં મતદાન કરવા કે મતદાન ન કરવા દબાણ કરી શકાશે નહીં કે કોઈ પણ પ્રકારનું પ્રલોભન આપી શકાશે નહીં. મતદાનના દિવસે મતદાન મથક તેમજ તેની આસપાસના ૧૦૦ મીટર વિસ્તારમાં સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશા વ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઈ જઈ શકાશે નહીં કે તેનો ઉપયોગ કરી શકાશે નહીં. મતદાનના દિવસે ઉમેદવારે મંજૂરી વાળા સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા ચૂંટણી સંબંધી વાહનોને પણ મતદાન મથક વાળા બિલ્ડીંગથી ૧૦૦ મીટરની અંદરના વિસ્તારમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ રહેશે.

મથક તેમજ તેની આસપાસના ૧૦૦ મીટર વિસ્તારમાં સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશા વ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઈ જવા કે તેનો ઉપયોગ કરવા બાબતનો હુકમ ચૂંટણી તેમજ ચૂંટણીના સંચાલન અંગેની ફરજ જે અધિકારી કર્મચારીઓને સોંપવામાં આવી છે તે તમામ તથા ફરજ પરના પોલીસ, એસઆરપી, હોમગાર્ડ પેરામીલીટરી ફોર્સના અધિકારી તથા જવાનોને લાગુ પડશે નહીં.

Back to top button
error: Content is protected !!