
પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા
ઉમરેઠ મામલતદાર દ્વારા ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રેશન પ્રોજેક્ટમાં રજીસ્ટ્રેશન કરાવવા સંદેશ પહોચાડવામાં આવ્યો.ભારત સરકારશ્રીના ફાર્મર રજીસ્ટ્રેશન પ્રોજેક્ટ હેઠળ ગુજરાત સરકારશ્રી ધ્વારા ફાર્મર રજીસ્ટ્રેશન પ્રોજેક્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેથી ઉમરેઠ નગરપાલિકા વિસ્તારના તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે, પી.એમ.કિસાન યોજનાના દરેક લાભાર્થી ખેડૂતે ફરજીયાત પોતાનું ખેડૂતકાર્ડ બનાવવાનું હોવાથી ફાર્મર રજીસ્ટ્રેશન પ્રોજેક્ટ હેઠળ દરેક ખેડૂત મિત્રોએ ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવા મામલતદાર કચેરી, ઉમરેઠ ની મહેસુલ શાખામાં તાત્કાલિક સંપર્ક કરવો. આ રજીસ્ટ્રેશન તા.૨૨/૧૧/૨૦૨૪ સુધી કરાવવાનું રહેશે.




