
વાત્સલ્યમ સમાચાર
ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાની ચિકટીયા તથા વાંવદા ગામની પ્રાથમિક શાળામાં ભણતા તમામ ગરીબ આદિવાસી બાળકોને ડો. ઉપેન્દ્ર કલાઈગરના ફેમિલી મિત્રો તથા ચિકટીયા પ્રાથમિક શાળાના આચાર્ય ભાવેશભાઈ અને શિક્ષકોના સહિયારા પ્રયત્નોથી સજ્જન દાતાઓના સહયોગથી બાળકોને સ્કૂલબેગ, નોટબુકો,પેન, પેન્સિલ, રબર,સંચા વગેરેની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે દેવરાજભાઈ કાકડીયા, પ્રવીણભાઈ કબુતરવાલા, જીગરભાઈ વ્યાસ, ડો. સંધ્યાબેન, પ્રફુલભાઈ છાસટીયા, શરદભાઈ કંસારા, શિલ્પાબેન નિલેશભાઈ, સાધનાબેન જગદીશભાઈ જેવા નાના મોટા દાતાઓના અમૂલ્ય દાનના સહયોગથી વિદ્યાદાનનું આ પુણ્યશાળી કાર્ય શક્ય બનવા પામ્યુ હતુ.તેમજ આ પ્રસંગે શાળાની એસએમસીના સભ્યો, વાલીઓ,શાળાના આચાર્ય અને શિક્ષકોએ તમામ દાતાઓનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો અને તેમને સરાહનીય કામગીરીને બિરદાવી હતી..




