ANANDUMRETH

પંચવટી વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી ઘરફોડ ચોરીને અંજામ આપનાર છ ચોરોને ઉમરેઠ પોલીસે ઝડપી પાડયા

પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા

ઉમરેઠ નગરના મધ્યભાગે પંચવટી વિસ્તાર કાકાની પોળમાં બંધ મકાનને ચોર ટોળકીએ નિશાન બનાવ્યું અને ચોરીને અંજામ આપ્યો.કેટલાય સમયથી ઉમરેઠ નગરમાં અલગ અલગ વિસ્તારમાં ચોરીના બનાવો બની રહ્યા છે ત્યારે ગત રોજ રાત્રીના સમયે એક સક્રીય ચોર ટોળકીએ જે ઘરને નિશાન બનાવ્યુ તે પંચવટી કાકાની પોળમાં મકાન માલીક સમયાંતરે મકાનની મુલાકાત લેતા હોય છે જેથી મકાન બંધ હાલતમાં હતું અને રાત્રી દરમિયાન ચોરો એ હાથની સફાઈથી મકાન તોડીને ઘરમાંથી તાંબા ના વાસણો,પિત્તળના વાસણો અને જુના ચલણી સિક્કાની ચોરી કરીને ભાગી છૂટયા હતા.ઘરમાં ચલણી જૂના સિક્કાઓ અને વાસણો ને લઇ જવા માટે આ ચોર ટોળકીએ અતુલ શક્તિ ટેમ્પીનો પણ ઉપયોગ કર્યો હતો અને વાસણો ટેમ્પીમાં ભરીને રફુચક્કર થઈ ગયા હતા.ત્યારબાદ બંધ મકાનમાં ચોરી થયાં ની જાણ મકાન માલિકને થતાં તેની જાણ ઉમરેઠ પોલીસ સ્ટેશન ખાતે મકાન માલિકે કરી હતી અને જે જે વસ્તુ ચોરી થઈ હતી તેની ફરિયાદ પણ નોંધાવી હતી.ત્યારબાદ ઉમરેઠ પોલીસ દ્વારા તપાસ અર્થે ચક્રો ગતિમાન કર્યા હતા અને આસપાસના સીસીટીવી ફૂટેજ ની પણ તપાસ કરી હતી.સીસીટીવી ફૂટેજમાં તમામ ચોર ટોળકી દેખાઈ આવી હતી અને ઉમરેઠ પોલીસ દ્વારા ચોરોની ઓળખ કરીને અને બીજા અનેક સોર્સ ના માધ્યમથી પોલીસ તંત્ર ચોરોને પકડવા માટે મહેનત કરી હતી.આખરે ઉમરેઠ પોલીસ ની મહેનત રંગ લાવી અને તમામ ચોરી થયેલ માલ સમાન સાથે ચોરોને દાબોચ્યા હતા.

 

જેમાં ઇશ્વરભાઈ ઉર્ફે ઇકુ રમણભાઈ વાઘરી રહે.ઉમરેઠ, ભગવાનવગો વાઘરીવાસ,
સંજયભાઈ ઉર્ફે લાલો ભગવતભાઈ દંતાણી રહે.ઉમરેઠ, કૃષ્ણ સિનેમા પાસે દેવીપુજક વાસ,
દિલીપભાઈ ઉર્ફે પાપુ ભગવતભાઈ દંતાણી રહે.ઉમરેઠ, કૃષ્ણસિનેમા પાસે દેવીપુજક વાસ,
રાહુલભાઈ મહેશભાઈ દંતાણી રહે.વડોદરા, સુએજ પંપીંગ રોડ વિશ્વકર્મા નગર પાછળ ગાજરાવાડી,
અર્જુનભાઈ ઉર્ફે વિશાલ સુરેશભાઈ દંતાણી રહે.વડોદરા, અકોટાગામ સાબડી મહોલ્લો ઝુપડપટ્ટી,
અજયભાઈ રમેશભાઈ દંતાણી રહે.ધાનકવાડ.ગોધરા પશુદવાખાના પાસે.આ તમામ ચોર ટોળકીની ચોરી થયેલ સામાન અને ચોરીની ધટના ને અંજામ આપવામાં ઉપયોગમાં લેવાયેલ અતુલશક્તી ટેમ્પી મળીને ટોટલ ૨,૭૨,૫૦૦ નો મુદ્દામાલ રીકવર કરી ઉમરેઠ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

Back to top button
error: Content is protected !!