
પ્રતિનિધિ: ઉમરેઠ
તસ્વીર:કુંજન પાટણવાડીયા
ઉમરેઠ સંતરામ મંદિરમાં દેવ દિવાળી નિમિત્તે દીપમાળાના દિવ્ય દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિરમાં દીપ પ્રગટાવવામાં આવ્યા હતા. જેથી મંદિર દિવ્ય પ્રકાશમાં ઝળહળી ઉઠ્યું હતું. આ અલૈકિક દર્શનનો લાભ લેવા ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દિવ્ય દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. દેવ દિવાળી નિમિત્તે મંદિરમાં અન્નકુટ દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ગણેશદાસજી મહારાજે જણાવ્યું હતુ કે ગાદી સમક્ષ જૂદી જૂદી વાનગીઓ ધરાવવામાં આવી હતી.




