
રાજય સરકારના કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત જુનાગઢ કૃષિ યુનિવર્સીટી તથા વેટરનરી કોલેજ કામધેનુ યુનિવર્સીટી આણંદ પ્રાયોજિત ખડક ચઢાણ બેઝિક કોર્સ તા. ૨૮/૦૧/૨૦૨૫ થી તા. ૦૬/૦૨/૨૦૨૫ દરમિયાન જુનાગઢ ખાતે યોજાયો હતો. જેમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીની બહેનો ૧૦૦, વેટરનરી કોલેજ કામધેનુ યુનિવર્સીટી આણંદ ની બહેનો ૧૬ કુલ ૧૧૬ જેટલી બહેનો એ તાલીમ લીધી હતી.પૂર્ણાહુતી કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ડો. આર એમ.સોલંકી, નિયામક, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ, ડો. ભાવના અસ્નાની,આસિસ્ટન્ટ પ્રોફેસર, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ,કે.પી. રાજપૂત પૂર્વ પ્રિન્સીપાલ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટઆબુ, ના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરી ર્તાલીમાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા.કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત તથા શિબિર અંગેની માહિતી કે .પી. રાજપૂત પૂર્વ પ્રિન્સીપાલ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટ આબુ,એ આપી હતી. મુખ્ય મહેમાન ડો. આર. એમ. સોલંકી, નિયામક, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી આવા કેમ્પ કરવાથી જીવન માં સાહસિકતા ના ગુણો કેળવાય છે, જીવનમાં સકારાત્મકતા આવે છે પ્રકૃતિમાં રહેવાનો લાહવો બધાને ભાગ્યેજ મળે છે. અંતે આભાર વિધિ ઇન્સ્ટ્રક્ટર પ્રદીપકુમાર એ કરી હતી. કાર્યક્રમનું સંચાલન પરમાર નેહલ, પૂજા મંગાવાએ કર્યું.આ ખડક ચઢાણ બેઝિક કોર્સમાં અંબર વિષ્ણુ રાજસ્થાન, પ્રદીપકુમાર રાજસ્થાન, પરેશ ચૌધરી બનાસકાઠા, દશરથ પરમાર પાટણ, વિવેક ડાભી જસદણ, પ્રિયા સોલંકી રાજકોટ, પ્રિયા મ્યાત્રા માણાવદર, અમીષા સોલંકી વંથલી, પીનાલી ખોખર ગીર ગઢડા, શૈલેશ બાલસ સમઢીયાળા એ માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપી હતી.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ



