વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ મુસ્લિમ ફળીયા ખાતે આજે રાત્રે 9 કલાકે અઝીઝભાઈ ક્વોરિવાળાના નિવાસસ્થાને આણંદ નિવાસી મૌલાના સૈયદ અબરાર હુસેન બાપુ અશરફીની આગેવાનીમાં તકરીરનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સૈયદ મહમૂદમિયા,ખલીફએ રિફાઈ જમીરભાઈ શેખ,મુસ્લિમ સમાજના પ્રમુખ ગુલામભાઈ શેખ,ઇકબાલભાઈ શેખ સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહેશે.ખેરગામ ખાતે ઘણા સમય બાદ યોજાઈ રહેલા આ કાર્યક્રમમાં મોહંમદ પયગમ્બર સાહેબની શાનમાં નાતો કલામ પઢવામાં આવશે.તેમજ ખેરગામના ઇમામ સાહેબ દ્વારા દુઆ ફરમાવવામાં આવશે.