કાલોલ ખાતે વિદ્યાધન ગૃપ દ્વારા મુસ્લીમ સમાજના વિધાર્થીઓનું સન્માન સમારોહ તથા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું.

તારીખ ૨૧/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ મુસ્લિમ સમાજના સામાજીક શૈક્ષણિક વિકાસ સાથે સમાજના વિધાર્થીઓને શૈક્ષણિક પ્રેરણા,પ્રોત્સાહન, માર્ગદર્શન અને ઉત્સાહ મળે તે હેતુથી ગોધરા ની વિદ્યાધન ગૃપ દ્વારા આયોજિત નગરના મુસ્લીમ સમાજના ધોરણ ૧૦માં ૭૦% થી વધુ પરિણામ પ્રાપ્ત કરેલ મુસ્લિમ વિધાર્થીઓ માટે સન્માન સમારોહ તથા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કાલોલ નૂરાની ચોક જુમ્મા મસ્જિદ ખાતે યોજાયો હતો.જ્યાં ધોરણ દસમા સિદ્ધિ હાંસલ કરેલ વિધાર્થીઓ સાથે ગોધરા વિદ્યાધન ગૃપના સંસ્થાપક જતીનભાઇ સેવક,જુમ્મા મસ્જીદના ખતીબો ઇમામ મોલાના સીબતૈનરઝા અશરફી,કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા,પાલિકાના પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ પંચાલ, પૂર્વ ઉપપ્રમુખ તુષારભાઇ શાહ, ગોધરાના શિક્ષક દિવ્યાંગભાઇ અને કાલોલ નગરપાલિકાના સભ્યો સહિત મોટીસંખ્યામાં મુસ્લિમ બહેનો અને મુસ્લિમ આગેવાનોની ઉપસ્થિતિમાં સન્માનિત તથા માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા.ધોરણ દસ ના વિદ્યાર્થીઓની મહેનત અને આ શૈક્ષણિક વર્ષ દરમિયાનની સિદ્ધિઓને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને વિદ્યાધન ગૃપ દ્વારા વિશેષ ઈનામો અને ગુલદસ્તા સાથે સન્માનિત કરવામાં આવતા જેને પગલે વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું સ્ત્રોત બન્યું હતું જ્યાં ધોરણ દસ ના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સાથે તેના માતાપિતાનું પણ સન્માન કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.એટલું જ નહીં પ્રાધ્યાપક જતીનભાઈ સેવક દ્વારા પ્રસંગોચિત માર્ગદર્શન પૂરું પાડી યોગ્ય દિશા નિર્દેશ કરવામાં આવ્યા જ્યાં એક ગરીબ ઘરના ધોરણ 11 સાયન્સ વિભાગના વિધાર્થી ને વિદ્યાધન ગૃપ દ્વારા દતક લેવાની ઘોષણા કરવામાં આવતા ઉપસ્થિત જનમેદની દ્વારા પ્રસંશનીય કાર્યની ખૂબ પ્રશંસા કરી વધાવી લીધી હતી કાર્યક્રમનું સુંદર સંચાલન શિક્ષક અશફાકભાઇ મકરાણી ના પ્રયત્નો અને મહેનત થકી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.










