અનંતપુર આંધ્રપ્રદેશની પરવતારોહક અને સોલો સાયકલીસ્ટ સમીરા ખાન નું નબીપુરમાં હાઇસ્કુલ ખાતે સન્માન કરાયું, ગ્રામીણ બાળાઓને સશક્તિકરણ અંગે માર્ગદર્શન અપાયું.

સમીર પટેલ, ભરૂચ
ભારતના આંધ્રપ્રદેશ ના અનંતપુરની સમીરા શેખ જેણે 37 દેશોમાં સાઈકલિંગ કરી હિમાલય અને યુરોપની 11 શિખરો સર કરી મિશન માઉન્ટ એવરેસ્ટ હેઠળ ગ્રામિણ બાળાઓનું સશક્તિકરણ અભિયાન ચલાવે છે જેઓ આજરોજ ભરૂચ જિલ્લામાં આવતા જિલ્લાના નબીપુર ગામ સ્થિત હાઇસ્કુલ ખાતે શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. તેમણે પોતાના વક્તવ્યમાં બાળશક્તિ અંગે બાળાઓને વિસ્તૃત જાણકારી આપી હતી. આ દરમ્યાન નબીપુર પોલીસ સ્ટેશને બંદોબસ્ત પૂરો પાડ્યો હતો.આ અભિયાન ભારતભરમાં એકતા યાત્રા છે જેનો ઉદ્દેશ ગ્રામીણ બાલાઓને સામાજિક બાધાઓ, ભેદભાવ, દહેજ અને સ્ત્રી જાતીય સતામણી વિરુદ્ધ ઉભા રહી પોતાના સપનાઓને અનુસરી શકે તેમ બનાવવું તેની સમજ પૂરી પાડી હતી. તેઓ છેલ્લા 7 વર્ષ થી ગ્રામીણ શાળાઓમાં સ્વયંસેવક તરીકે કામ કરે છે. તેઓએ અત્યાર સુધીમાં માઉન્ટ એલબરૂસ, માઉન્ટ આમાં દાબલમ, સ્ટોક કાંગરી જેવા વિવિધ શિખરો સર કર્યા છે. તેમની આ સિદ્ધિ બદલ શાળાના પ્રમુખ, પ્રિન્સીપલ અને શાળા પરિવારે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.



