GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ખાનગી કંપની ખાતે ‘એન્ડ પ્લાસ્ટિક પોલ્યુશન’ કાર્યક્રમ યોજાયો

તા.૧/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ જિલ્લામાં આવેલી શૈલેષ ફોર્જિંગ કંપની ખાતે ગુજરાત સરકારના ‘‘પ્લાસ્ટિકમુક્ત અભિયાન’’ અંતર્ગત ૨૮ મેના રોજ ‘એન્ડ પ્લાસ્ટિક પોલ્યુશન’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને પ્લાસ્ટિક પ્રદૂષણના ગંભીર પરિણામો વિશે જાગૃત કરી પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે પ્રેરિત કરવાનો હતો. આ તકે ઉપસ્થિતોએ ‘મિશન લાઈફ’ અંતર્ગત પ્રતિજ્ઞા લીધી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર પર્યાવરણ સંરક્ષણ અને પ્લાસ્ટિકમુક્ત ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ છે.

Back to top button
error: Content is protected !!