
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મોડાસા દ્ધારા ‘એનીમિયા મુક્ત અરવલ્લી’ યજ્ઞની શરૂઆત થઈ.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મોડાસા દ્ધારા સર્વોદય હાઈસ્કૂલ ખાતે વિના મૂલ્યે એનીમિયા ચેક અપ કાર્યક્રમ યોજાયો.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા મોડાસા અને શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ & રિસર્ચ સેન્ટર, ધરમપુરના સંયુક્ત ઉપક્રમે ‘એનીમિયા મુક્ત ભારત’ કાર્યક્રમના સમર્થનમાં અરવલ્લી જીલ્લામાં ‘એનીમિયા મુક્ત અરવલ્લી’ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લાના તમામ ગામ, શહેર અને શાળાઓમાં હિમોગ્લોબિનની તપાસ કરવામાં આવશે. તપાસ દરમિયાન તમામ વય જૂથના વ્યક્તિઓ જેમનું હિમોગ્લોબિન ઓછું હોય તેમને 3 મહિના ની ઉચ્ચ ગુણવત્તાની દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે અને ત્રણ મહિના પછી ફરી તેમની તપાસ કરવામાં આવશે. આ પ્રોજેકટની અરવલ્લી જીલ્લામાં શ્રી સી.જી. બુટાલા સર્વોદય હાઈસ્કૂલમાંથી શરૂઆત કરવામાં આવી હતી. રેડક્રોસના ચેરમેન ભરતભાઈ પરમારએ પ્રોજેકટ વિશે માહિતી આપી હતી અને આયોજન બદલ શાળાના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સર્વોદય હાઈસ્કૂલના મંત્રી અને પ્રભારી કિરીટભાઇ શાહ, આચાર્ય મહેશભાઇ ભટ્ટ તથા સ્ટાફ ગણ હાજર રહ્યો હતો. રેડક્રોસની નિષ્ણાંત ટિમ દ્ધારા સર્વોદય હાઈસ્કૂલના વિધાર્થી ભાઈ-બહેનોનું હિમોગ્લોબિન ચેક કરવામાં આવ્યું હતું અને તેઓને જરૂરિયાત પ્રમાણે દવાઓ આપવામાં આવી હતી. આ પ્રોજેકટ દ્ધારા દરરોજ વિવિધ શાળા, ગામના તમામ વિધાર્થીઓ, વ્યક્તિઓનું હિમોગ્લોબિન ચેક કરી ‘એનીમિયા મુક્ત અરવલ્લી’ બનાવવાનું સ્વપ્ન છે.




