
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
અરવલ્લી: આરોગ્ય વિભાગ દ્વારા એનેમિયા કુપોષણ અટકાયત અંતગર્ત દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું
અરવલ્લી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી માન. દિપેશ કેડીયા સા. ના માર્ગદર્શન હેઠળ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા એનેમિયા કુપોષણ અટકાયત અને ભવિષ્યમાં તે બાબતે કરવાની થતી કામગીરી અન્વયે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જયેશ પરમાર તથા તમામ પ્રોગ્રામ ઓફિસર ,તાલુકા આરોગ્ય અધિકારી તમામ, મેડિકલ ઓફિસર , આયુષ મે.ઓ તથા જિલ્લાના આરોગ્યની સેવા સાથે સંકળાયેલ આશા ફેસીલીટર, આશા બહેનો તેમજ તમામ તાલુકાના ઉપસ્થિત આરોગ્ય કર્મચારીઓ તેમજ સોલા સિવિલ થી ઉપસ્થિત કોમ્યુનિટીના પ્રાધ્યાપકશ્રી ડો.મનીષ રાણા તેમજ ડો. શૈલેષ પ્રજાપતિ હાજર રહેલ જેમા બાળકો તેમજ ધાત્રી માતાઓમાં એનિમિયા તેમજ કુપોષણનું સ્તર સુધારવા માટે ડાયટરી પ્રેક્ટિસ તેમજ હેલ્ધી ડાયટ વગેરે બાબતે ગહન ચર્ચા કરવામાં આવી જેમાં સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ ખોરાક નો ઉપયોગ કરી તમામ લોકોના પોષણ સ્તરમાં સુધારો થાય તે માટે જરુરી પોષક તત્વો યુક્ત ખોરાક મળી રહે તે બાબતે જાગૃતિ લાવવા માટેની સઘન કામગીરી કરવા માટે આયોજન કરવામાં આવ્યુ.




