વેજલપુર પોલીસ મથકની હદમા આવેલ એક ગામની પરણીતા ઉપર દુધ મંડળીના સેક્રેટરી દ્વારા દુષ્કર્મ ગુજારી ધમકીઓ આપતા ફરિયાદ

તારીખ ૨૭/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશનના વિસ્તારના એક ગામની પરણીતા દ્વારા નોંધાવેલ ફરિયાદ ની વિગતો જોતા પતી અને પોતાના સંતાનો અને સાસુ સસરા સાથે સંયુકત કુટુંબમાં એક ગામમા રહેતી અને પતી સાથે છૂટક મજૂરી કામ કરતી પરણીતા દુધ મંડળીમા દુધ ભરવા જતી હતી ત્યારે મંડળીનો સેક્રેટરી અવારનવાર શારીરિક અડપલા કરતો અને છેડતી કરતો હતો. ગત ગૌરી વ્રતના સમયે પરણીતા દુધ ભરવા ગઈ ત્યારે ડેરીમાં કોઇ હાજર નહોતુ એ સમયે સેક્રેટરી શૈલેષભાઈ ઉર્ફે લાલાભાઈ એ કહ્યુ કે તમારે બીજી ગાય જોઈએ તો કહેજો હુ ફ્રી મા અપાવી દઈશ સરકારની ઘણી બધી યોજનાઓ ચાલે છે લાભ લેવો હોય તો ડોક્યુમેન્ટ આપવા પડે જેમા મારી સાથે તમારે ફોટો પડાવવો પડે તેમ કહી પરણીતા સાથે અલગ અલગ દિવસે સાત થી આઠ ફોટા પાડેલ ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં દુધ ભરવા માટે જતા સમયે પરણીતા પાસે અવાર નવાર અઘટિત માંગણી કરતો અને શારીરિક સંબધ બાંધવા દબાણ કરતો હતો પરંતું પરણીતા તેને ના પાડતી હતી. ત્યારબાદ થોડા દિવસ બાદ તા ૨૦/૦૮/૨૪ ના વહેલી સવારે પરણીતા ઘરના પાછળના ભાગે ખેતરમાં ચાર વાઢવા માટે ગઈ હતી ત્યારે શૈલેષભાઈ ઉર્ફે લાલાભાઈ ત્યા આવી પરણીતા ને પાછળ થી લાત મારી નીચે પાડી દઈ જબરજસ્તી થી દુષ્કર્મ કરવા લાગેલ જેથી પરણીતા એ રડવા લાગી બુમાબુમ કરતા તે ભાગી ગયો હતો પરણીતા ગભરાઈ ગઈ હોવાથી કોઈને પણ જાણ કરી નહોતી તેજ દિવસે સાંજના દુધ ભરવા ગઈ ત્યારે શૈલેષભાઈ ઉર્ફે લાલાભાઈ કહેવા લાગ્યો કે કેમ બુમો પાડતી હતી તેમ કહી ધમકી આપી હતી ત્યારબાદ અવારનવાર ડેરીમાં અને અન્ય જગ્યાએ પરણીતા ઉપર ખરાબ નજર રાખી શારીરિક અડપલા કરતો અને આ બાબતે કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપતો હતો. ત્યારબાદ નવરાત્રી પહેલા તા ૩૦/૦૯/૨૪ ના રોજ બરણી લઈ દુધ ભરવા સાંજના સાડા છ કલાકે ડેરીમાં ગયેલ ત્યારે ડેરીમાં શૈલેષભાઈ ઉર્ફે લાલાભાઈ હાજર હતો અને અન્ય કોઇ માણશો દુધ ભરવા આવેલ નહીં તેથી એકલતાનો લાભ લઈ બળજબરી કરી અને નીચે પડી દઈ દુષ્કર્મ કરવાની કોશિશ કરતા પરણીતા જેમતેમ કરીને ઉભી થઈ ગયેલ અને બરણી મુકીને બહાર નીકળી ગયેલ થોડી વારમાં બીજા માણશો આવી જતા બરણીલઈને ઘરે જતી રહેલ. પોતાના ઉપર થયેલ દુષ્કર્મ ને કારણે પરણીતા ગભરાઈ ગઈ હતી અને સંકોચાતી હતી ત્યારે દીવાળીના દિવસ બાદ પોતાના પતિને હિંમત કરીને આ વાત કરી હતી જે બાદ તેણી દુધ ભરવા જતી ન હતી. તેના પતિએ ડેરીના સભ્યોને આ બાબતે જાણ કરતા સભ્યોએ મીટીંગ કરવા કહ્યુ હતુ ગત તા ૨૪/૧૨/૨૪ ના રોજ ડેરીના ચેરમેને મીટીંગ ગોઠવી હતી જેમા પરણીતા અને તેના પતિએ સમગ્ર ઘટના જણાવી હતી પણ કોઇ નિકાલ થયો નહી ત્યારે સેક્રેટરી શૈલેષભાઈ ઉર્ફે લાલાભાઈ કહેવા લાગ્યો હતો કે મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી હુ માફી માંગવા તૈયાર છુ અને લખાણ કરેલ પણ ચેરમેન અને સેક્રેટરી સીવાય કોઈએ લખાણમાં સહી કરી નહી. અને મીટીંગ મા કોઇ નિવેડો આવ્યો નહી જેથી તેઓ ઘરે જવા નીકળ્યા તે સમયે શૈલેષભાઈ ઉર્ફે લાલાભાઈ એ કહ્યુ કે તને અને તારા પતિને રસ્તે આવતા જતા આજ પછી કઈ પણ થશે તો મારી જવાબદારી નહી તેમ કહી ધમકી આપી હતી સમગ્ર ઘટના અંગે પરણીતા ની ફરિયાદ આધારે વેજલપુર પોલીસે શૈલેષભાઈ ઉર્ફે લાલાભાઈ છત્રાભાઈ રાઠોડ સામે બી એનએસ કલમ ૬૪(૧),૭૪,૭૫(૧),૭૫(૧)(૨),૩૫૧(૩),૧૧૫(૨) મુજબ ની ફરિયાદ લઈ આગળની તપાસ વેજલપુરના સીની. પીઆઈ એમ. બી. ગઢવી દ્વારા શરૂ કરવામાં આવી છે.





