
જીલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગભાઈ તડવીની ઉપસ્થિતિ માં તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે આંગણવાડી, બાલ વાટીકા અને ધોરણ 01ના બાળકોને શાળા પ્રવેશ આપવામાં આવ્યો
વસિમ મેમણ / તિલકવાડા
જેમ કે આપણે સૌ જાણીએ છે કે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓનું સો ટકા નામાંકન થાય, વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટે, અને બાળકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ કેળવાય તેમજ શિક્ષણલક્ષી યોજનાઓ છેવાડા સુધી પહોંચાડવાનો છે. જે માટે નર્મદા જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લામાં આયોજિત શાળા પ્રવેશોત્સવના ત્રિ-દિવસીય કાર્યક્રમ અંતર્ગત તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે આંગણવાડી. બાલવાટિકા અને ધો.૧ મા ભૂલકાંઓ ને મહાનુભાવોના હસ્તે પ્રવેશ અપવામાં આવ્યો
ઉલ્લેખનીય છે કે બાળકોને જરૂરી શિક્ષા પહોંચાડવાના આશય થિ સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને છેવાડા ના વિસ્તારના બાળકોને શિક્ષા મળી રહે તે માટે સરકાર તરફથી અનેક કાર્યક્રમ કરવામાં આવતા હોય છે ત્યારે પ્રવેશપાત્ર બાળકોનું શાળામાં સો ટકા નામાંકન થાય તે ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકાર દ્વારા છેલ્લા 21 વર્ષથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આ અભિયાન થકી નર્મદા જિલ્લામાં ડ્રોપ આઉટ રેશિયો ગયા વર્ષે માઇનસ 0.03 ટકા થયો હતો ત્યારે આ વર્ષે પણ નર્મદા જિલ્લામાં 26 27 અને 28 જૂન દરમિયાન 21 માં તબક્કાના સાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ ના ભાગરૂપ આજ રોજ તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખસિંગભાઈ તડવીના હસ્તે આંગણવાડી બાલવાટિકા અને ધોરણ-1 ના ભૂલકાઓને શાળા પ્રવેશ આપવામાં આવ્યો કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો. ત્યાર બાદ શાળાની બાળાઓ દ્વારા સુંદર સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું અને બાળકોને દફતર કંપાસ યુનિફોર્મ અને ચોકલેટ આપીને બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યું કાર્યક્રમ ના અંતે મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું




