
ખાનપુર તાલુકાના આંગણવાડી બહેનો મુશ્કેલી માં મુકાયા…
રિપોર્ટર…
અમીન કોઠારી
મહીસાગર…
મહિસાગર જિલ્લાના ના ખાનપુર તાલુકામાં 17/2//2026 ના રોજ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની એકમીટીંગ જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર દ્વારા રાખવામાં આવેલી. તમામ કાર્યકર અને તેડાગરને 12.00 વાગ્યે ફોન કરીને જણાવેલું કે બપોરે 2.00 વાગ્યે કલેશ્વરી ફરજિયાત હાજર રહેવું.

આ આદેશથી તમામ બહેનો હાજર હતાં. પરંતુ તેમને સાંજના 7.10 (સાત વાગ્યે અને દસ મિનિટ) રાત્રે તેમને ત્યાંથી મીટીગ પુરી કરીને રજા આપવામાં આવેલ હતી.
આ આગણવાડી બહેનો ની
તકલીફની વાત એ છે કે,
કલેશ્વરી સ્મારક સાંજે 6.00 વાગે બંધ થઈ જાય છે. એટલે ત્યાંના ચોકીદાર દ્વારા આયોજક પ્રોગ્રામ ઓફિસર ને 6.00 વાગ્યા પછી ગેટ બંધ કરવા જણાવેલ. છતાં પ્રોગ્રામ ઓફિસર દ્વારા સ્થળ પરની મીટીંગ ચાલુ રાખેલી અને મીટીગ પૂર્ણ કરેલ નહોતી..!
આથી કલેશ્વરી ચોકીદાર ગેટ બંધ કરી ઘરે જતા રહેલ..!
આમ, મીટીંગ પૂરી થયા પછી બહેનોને મેઈન ગેટ બંધ કરાતા બહાર નીકળવા મુશ્કેલી ઉભી થઈ હતી…
જે આ બનાવની જીલલા વહીવટી તંત્ર દ્વારા તપાસ કરાય તેવી માગ ઉઠી છે..




