GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેરના જોધપર ગામેથી દેશી દારૂ ભરેલ બે કાર સાથે ત્રણ શખ્સો ઝડપાયા

 

WANKANER:વાંકાનેરના જોધપર ગામેથી દેશી દારૂ ભરેલ બે કાર સાથે ત્રણ શખ્સો ઝડપાયા

 

 

Oplus_131072

વાંકાનેર તાલુકા પોલીસ ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હોય કે, વાંકાનેરના કોઠી ગામ નજીકથી દેશી દારૂનો જથ્થો ભરી બે કાર પસાર થવાની હોય, જેના આધારે પોલીસે કોઠી ગામ નજીક વોચ ગોઠવતા દેશી દારૂ ભરેલ કાર માટે પાયલોટીંગ / રેકી કરતી એક બ્રેઝા કાર નં. GJ 36 AJ 9421 ને રોકી આરોપી અજયભાઈ જાદવભાઈ મેર (ઉ.વ. ૨૩, રહે. નાળીયેરી, તા. ચોટીલા) અને હર્ષદભાઈ અનકભાઈ ધાંધલ (ઉ.વ. ૩૪, રહે. જાનીવડલા, તા. ચોટીલા) ને ઝડપી લીધા હતા,

Oplus_131072

જ્યારે આ બ્રેઝા કાર પાછળ આવતી હ્યુન્ડાઈ એક્સેન્ટ કાર નં. GJ 03 KP 0959 ને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે ફૂલ સ્પીડમાં કાર ચલાવી નાસી જવાનો પ્રયાસ કરતાં કારને જોધપર ગામ તરફ ચલાવી મુકતાં પોલીસે ખાનગી ગાડીમાં ફિલ્મી ઢબે કારનો પીછો કરી જોધપર ગામ ખાતે પહોંચતા કાર ચાલકે પોતાની કાર પોલીસની કાર સાથે અથડાવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસે કારને કોર્ડન કરી કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરને ૫૫૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો, જ્યારે આ કારમાં સવાર અન્ય આરોપી કીશન ભીખુરામ વાઘાણી (રહે. રાજકોટ) અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. જેથી પોલીસે આ બનાવમાં કાયદાનાં સંઘર્ષમાં આવેલ બાળ કિશોર તથા બે અન્ય આરોપી સહિત ત્રણેય ઇસમોને દેશી દારૂનો જથ્થો, બે કાર તથા ચાર મોબાઇલ સહિત કુલ રૂ. 12,24,000 નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે….

Back to top button
error: Content is protected !!