GUJARATKUTCHMANDAVI

ગરીબ કલ્યાણ મેળાના સુચારું આયોજનને લઈને જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગે જિલ્લાના શીર્ષ અધિકારીશ્રીઓને માર્ગદર્શન પુરું પાડતા જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ,તા-૨૦ સપ્ટેમ્બર : આજરોજ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને આગામી સમયમાં કચ્છ જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાના સુચારું આયોજનને લઈને સમીક્ષા બેઠક જિલ્લા સેવા સદન ભુજ ખાતે યોજાઈ હતી. કચ્છ જિલ્લામાં ભુજ ખાતે તારીખ ૨૭ સપ્ટેમ્બરના રોજ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માટે સ્થળ પસંદગી અને અન્ય આયોજનની આનુંષગિક બાબતોને લઈને જિલ્લા કલેક્ટરશ્રીએ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપીને જરૂરી કામગીરી કરવા સૂચના આપી હતી.જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ પાસેથી આયોજન અંગેની વિગતો મેળવીને કાર્યક્રમ માટેના સ્થળની પસંદગી, મુખ્યમંત્રીશ્રીના રાજ્યકક્ષાના કાર્યક્રમનું પ્રસારણ, લાભાર્થીઓને લઈ આવવા જવાની વ્યવસ્થા, તાલુકા દીઠ કંટ્રોલરૂમ, લાભાર્થીઓને ગરીબ કલ્યાણ કીટ વિતરણ વ્યવસ્થાના સ્ટોલનું નિર્માણ, મહાનુભાવોને આમંત્રણ, પીવાના પાણીની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, સેક્ટરવાઈઝ પાર્કિંગ વ્યવસ્થા, પોલીસ બંદોબસ્ત, સાંસ્કૃતિક કાર્યક્રમો, સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓનું વર્ગીકરણ અને સ્ટેજ લાભાર્થીઓની પસંદગી વગેરે બાબતોના આયોજનની સમીક્ષા કરી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિએ સરકારશ્રીની તાજેતરની સૂચનાઓ અનુસાર કામગીરી કરવા માટે અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું. ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગે ચોક્કસાઈથી પૂર્વતૈયારીઓ કરવા નિવાસી અધિક કલેક્ટરશ્રી મિતેશ પંડ્યાએ ઉપસ્થિત સૌ અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી.  આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ, મદદનીશ કલેક્ટરશ્રી સુનિલ, તાલીમી સનદી અધિકારી સુશ્રી ઈ.સુસ્મિતા, ભુજ પ્રાંત અધિકારીશ્રી અનિલ જાદવ, માર્ગ અને મકાન વિભાગ રાજ્યના કાર્યપાલક ઈજનેરશ્રી વિપુલ વાઘેલા, માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઈજનેરશ્રી એમ.જે.ઠાકોર, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અર્શી હાશ્મી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિજયા પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારીશ્રી સંજય ઉપલાણા સહિત જિલ્લાના અન્ય અધિકારીશ્રીઓ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!