તિલકવાડા પોલીસ દ્વારા આંગણવાડી વર્કર બહેનોને સાઇબર ક્રાઇમ અંગે જાગૃત કરાઈ
રાજપીપલા : જુનેદ ખત્રી
તિલકવાડા પોલીસ સ્ટાફ દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોને સાયબર ક્રાઇમ વિશે અને ઓનલાઇન થતી છેતરપિંડી સમયે રાખવાની થતી સાવચેતી અંગે જાણકારી આપવામાં આવી હતી. તેમજ વોટ્સએપ પર આવતી લોભામણી જાહેરાતો, આમંત્રણ પત્રિકા, અજાણી લિંકને ઓપન ન કરવા, અનનોન ફોન કોલ રિસીવ ન કરવા, ઓળખ પત્ર અને ઓટીપી જેવી માહિતી ના આપવા અંગેની સમજણ પુરી પાડવામાં આવી હતી.