
ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકામાં અત્યાર સુધી જ્યારે પણ સરકારી તંત્ર દ્વારા કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે,ખાસ કરીને તાલુકા કક્ષાના ધ્વજ વંદન સહિતના કાર્યક્રમોમાં સરકારી તંત્ર દ્વારા તાલુકાના તમામ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોને આમંત્રણ પત્રિકા ના માધ્યમથી આમંત્રિત કરવામાં આવે છે.ત્યારે શિનોર તાલુકાનાં સ્થાનિક પત્રકારોની વાત કરવામાં આવે તો પહેલાથી જ પત્રકારો સરકારી તંત્ર ને સહયોગ આપતા આવ્યા છે ,તેમ છતાં આજરોજ 76માં પ્રજાસત્તાક દિનની ઉજવણી ના ભાગરૂપે શિનોર તાલુકાના બરકાલ ગામે આયોજિત તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમ માટે તાલુકાના પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોને આમંત્રણ ન આપી અપમાનિત કરાયા હોવાની ચર્ચા હાલ શિનોર તાલુકાના પત્રકારોમાં ચર્ચાય રહી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે તાલુકા કક્ષાના ધ્વજવંદનના કાર્યક્રમના નિમંત્રક શિનોર મામલતદાર મુકેશ.જે. બારીયા હોવા છતાં સ્થાનિક મીડિયાના પત્રકારોને આમંત્રણ ન આપવાને લઈને પત્રકારોમાં છૂપો રોષ ફેલાયો છે




