ARAVALLIGUJARATMODASA

ખેરંચા શામળપુર ને જોડતા રસ્તામાં મેશ્વો નદી ઉપર બનાવેલ ડીપ પુલ ને લઇ લોકોમાં રોષ, જાગૃત નાગરિકે વિડિઓ વાયરલ કર્યો 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

ખેરંચા શામળપુર ને જોડતા રસ્તામાં મેશ્વો નદી ઉપર બનાવેલ ડીપ પુલ ને લઇ લોકોમાં રોષ, જાગૃત નાગરિકે વિડિઓ વાયરલ કર્યો

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ખેરંચા ગામના ખેરંચા શામળપુર ને જોડતા રસ્તામાં મેશ્વો નદી ઉપર છેલ્લા પાંચ વર્ષ પહેલા પુલ બનાવેલ છે જેમાં શામળપુર તરફ જવાના પુલના ભાગે અવારનવાર ચોમાસામાં મેશ્વો નદીનું મુશળધાર વરસાદના કારણે ખૂબ જ પૂર આવે છે અને મેશ્વો ડેમના ઓગનનું પાણી જે સતત ચોમાસાના છેલ્લા બે માસ પછી ખૂબ જ ચાલુ રહે છે જેના કારણે શામળપુર તરફનો નદીનો જમીનનો ભાગ દર વર્ષે ઘરનાળા સાથે ખૂબ પાણી આવવાના કારણે તૂટી જાય છે ખેડૂતો અવરજવર કરવા માટે દર વર્ષે પોતાની જાતે જહેમત ઉઠાવી રસ્તો બનાવી ખેડૂતો ખેતી કરવા માટે આવન જાવન કરે છે છેલ્લા કેટલાય સમયથી આ બાબતની મૌખિક તેમજ લેખિત રજૂઆતો પણ કરવામાં આવી છે તેમ છતાં આ બાબતે આજ દિન સુધી કંઈ થયું નથી અને આ વર્ષે ખૂબ જ વરસાદના કારણે હાલમાં એ રસ્તો પૂલ ના છેડા નો ભાગ ધોવાણ થઈ ગયેલ છે ઘરનાળા ઊંચકીને ફેકાઈ ગયેલ છે અને લોકોને આ વનજાવવાની ખૂબ જ હાલાકી ઊભી થયેલ છે તો આ બાબતે લાગતા વળગતા અધિકારી ઓ તથા પદાધિકારી ઓ ને અમારી ખેરંચા ગ્રામજનોની નમ્ર વિનંતી છે કે તાકી દે આ બાબતની તપાસ કરી ઘટતું કરવા વિનંતી છે આ સાથે ખેરંચા શામળપુરના જોડતા રસ્તાનો હાલની પરિસ્થિતિનો વિડીયો પણ સામેલ છે અને જાગૃત નાગરિકે તંત્ર પર રોષ ઠાલવી વિડિઓ વાયરલ કર્યો હતો

 

Back to top button
error: Content is protected !!