GUJARATJUNAGADH

અદ્યતન સુવિધાઓ સાથેના જિમ્નેશિયમનું કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના હસ્તે લોકાર્પણ

જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી દ્વારા જૂનાગઢ જીમખાના ખાતે જિમ્નેશિયમને ખુલ્લું મૂકવામાં આવ્યું

જૂનાગઢ જીમખાના એ જૂનાગઢ શહેરમાં હાર્દ સમાન સંસ્થા છે. જે રીક્રીએશનલ પ્રવૃત્તિઓ જેવી કે રમત ગમત, બૌદ્ધિક પ્રવૃત્તિઓ વગેરેને પ્રોત્સાહન આપે છે જૂનાગઢ જીમખાના ખાતે જૂનાગઢ જીમખાના નવીનીકરણ ફેઝ ૧ અંતર્ગત જિમ્નેશિયમ બિલ્ડીંગ, અદ્યતન જિમ્નેશિયમ,નવી સિક્યુરિટી કેબિન,નવું વિદ્યુતકરણ, ગ્રાઉન્ડ લેન્ડસ્કેપિંગ બ્યુટીફિકેશન વગેરે કામગીરી પૂર્ણ થતા ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જૂનાગઢ જીમખાના ખાતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સહયોગથી અધતન સાધનો પૂરા પાડવામાં આવેલ છે હાલ જિમ્નેશિયમમાં બે પ્રકારના વિભાગો છે કાર્ડીઓ અને સ્ટ્રેન્ધનીંગ, કાર્ડિયો-જીમમાં ચાર ટ્રેડમિલ, સ્પીન બાઇક વગેરે સાધનો છે.જ્યારે સ્ટ્રેન્થનીંગ જીમ ખાતે બોડી બિલ્ડીંગના અધ્યતન મશીનો વસાવવામાં આવ્યા છે જીમ બિલ્ડિંગના આગળના ભાગમાં ગ્રાઉન્ડનું બ્યુટીફિકેશન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જીમ બિલ્ડીંગને નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ તમામ સુવિધાઓનો લોકાર્પણ જિલ્લા કલેકટરશ્રી અને જીમખાના અધ્યક્ષશ્રી અનિલકુમાર રાણાવસિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાયી સમિતિના ચેરમેનશ્રી પલ્લવીબેન ઠાકર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.પી.પટેલ મ્યુનિસિપલ કમિશનરશ્રી તેજસ પરમાર, શહેર ભાજપ પ્રમુખશ્રી ગૌરવ રૂપારેલીયા જીમખાનાના સભ્યો, અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મેનેજિંગ સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. જીમખાના ખાતે અદ્યતન સુવિધા સભ્યો માટે ખુલ્લી મુકવામાં આવી છે. જિલ્લા કલેકટરશ્રી અને જીમખાના અધ્યક્ષ અનિલકુમાર રાણાવસિયા દ્વારા આ તકે ફિટ ઈન્ડિયા,વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ. મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનનો ઉલ્લેખ કરી લોકોને ફિટનેસ પ્રત્યે સજાગ રહેવા અને અદ્યતન જિમ્નેશિયમ આ દિશામાં ઉપયોગી બનશે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી.

રીપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – જૂનાગઢ

Back to top button
error: Content is protected !!