
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ ખાતે આવેલ પશુ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ દ્વારા સુબીર તાલુકા ખાતે પશુપાલનમાં પશુઓના રહેઠાણ અને ખોરાકીય વ્યવસ્થાપન અંગેની તાલીમ આપવા આયોજન કરવામાં આવ્યું.આ તાલીમના આયોજનમાં પશુ વિજ્ઞાન કેન્દ્ર (પી.વી.કે.), વઘઈ, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય, નવસારી કેમ્પસ દ્વારા તથા આગા ખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ (આહવા-ડાંગ) ના સયુંકત ઉપક્રમે “પશુપાલનમાં રહેઠાણ અને ખોરાકીય વ્યવસ્થાપન” વિષયક તાલીમ કાર્યક્રમ ડાંગના સુબીર ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ તાલીમમાં કુલ ૫૦ પશુપાલકોએ ભાગ લીધો અને વૈજ્ઞાનિક પશુપાલન અંગે મહત્વપૂર્ણ માહિતી મેળવી.
કાર્યક્રમની શરૂઆત ડૉ. મહેશકુમાર પી. માઢવાતર ( મદનનીશ પ્રાધ્યાપક ) દ્વારા પશુપાલકોના સ્વાગત અને સન્માનથી કરી. ડો. એસ. બી. કાપડી (પશુચિકીત્સા અધિકારી) દ્વારા પશુ વિજ્ઞાન કેન્દ્રના ઉદેશો અને કામગીરીની વિગતવાર માહિતી આપી હતી. ડૉ. મહેશકુમાર માઢવાતર દ્વારા પશુ રહેઠાણ વ્યવસ્થાપન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ડૉ. સુનીલ કુંવર, (મદદનીશ પ્રાધ્યાપક) દ્વારા પશુપાલનમાં ખોરાકીય વ્યવસ્થાપન પર અસર વિસ્તૃત રીતે સમજાવી હતી. તાલીમના અંતે, ડૉ. મહેશકુમાર માઢવાતર, ડો. સુનીલ કુંવર અને ડૉ. એસ. બી. કાપડી દ્વારા ઉપસ્થિત પશુપાલકોના પ્રશ્નો અને મૂંઝવણો સાંભળી તેઓના પ્રશ્નોના નિરાકરણ આપવામાં આવ્યા હતા. તાલીમ દરમિયાન પશુપાલકોને પ્રોત્સાહનના ભાગરૂપે પશુપાલન વિષય આધારિત સાહિત્યની કિટ તથા પશુના પોષણ માટે અતિ આવશ્યક મિનરલ મિક્ષ્ચરનુ વિતરણ પણ કરવામાં આવ્યું, જે પશુપાલકો માટે ખુબજ લાભદાયી સાબિત થશે. આ સમગ્ર કાર્યક્રમ ડૉ. એમ. એમ. ઇસ્લામ (ઇન્ચાર્જ, પી.વી.કે.) ના નેતૃત્વમાં અને ડૉ. વી. એસ. ડબાસ (આચાર્ય, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય, નવસારી) તથા ડૉ. જે. એસ. પટેલ (વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર) ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. પશુ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા કરવામાં આવતી આવી પ્રવૃત્તિઓ ગ્રામ્ય વિસ્તારોમાં વસતા પશુપાલકોને પશુપાલન તરફ પ્રોત્સાહન આપીને આત્મનિર્ભરતાની દિશામાં પ્રેરણા આપે છે.





