ભાગવડમાં મહાકાય મગરના આંટાફેરા-એનીમલ લવર્સ દોડ્યા

દેવભૂમિ દ્વારકા જીલ્લાના સિનિયર જર્નાલીસ્ટ હિતેન્દ્રભાઇ આચાર્ય જણાવે છે કે…….ભાણવડમાં ૭ ફૂટ લાંબા મહાકાય મગરનું દિલધડક રેસ્ક્યુ:રેસ્ક્યુ બાદ બરડાના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયો છે
ભાણવડના નવાગામ રોડ પર આવેલા વાડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી મગરના આંટાફેરાને કારણે ખેડૂતો અને સ્થાનિકોમાં ભારે ફફડાટ હતો.
આ ભયનો આખરે અંત આવ્યો છે.
ગઈકાલે રાત્રે જ્યારે આ ૭ ફૂટ લાંબો મહાકાય મગર ખેતરમાં લટાર મારવા નીકળ્યો, ત્યારે સતર્ક સ્થાનિકો વિજય ખીંટીએ તાત્કાલિક જાણીતા રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટને જાણ કરી હતી.
જાણ થતા જ ‘એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટ’ની ટીમ,ભાણવડ વન વિભાગના ટ્રેકર્સ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
રાત્રિના અંધકારમાં ભારે જહેમત બાદ કોઈ પણ જાનહાની વગર મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાયો હતો.
મગરના રેસ્ક્યુ બાદ આ મહાકાય મગરને તેના સુરક્ષિત અને પ્રાકૃતિક આવાસ ‘બરડા ડુંગર’ વિસ્તારમાં મુક્ત કરી દેવામાં આવ્યો છે.
આ સફળ રેસ્ક્યુ ઓપરેશન બદલ વિસ્તારના રહીશોએ અશોકભાઈ ભટ્ટ અને તેમની ટીમ તેમજ વન વિભાગની ટીમની કામગીરીને બિરદાવી રાહતનો શ્વાસ લીધો હતો.






