AHAVADANGGUJARAT

પશુ વિજ્ઞાન કેન્દ્ર,વઘઈ દ્વારા સુબીરના બુરથડી ગામ ખાતે પશુ સારવાર તથા ડીવોર્મિંગ કેમ્પનું આયોજન કરાયું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના વઘઈ ખાતે આવેલ પશુ વિજ્ઞાન કેન્દ્ર, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય, નવસારી કેમ્પસ, નવસારી દ્વારા તથા આગાખાન ફાઉન્ડેશના સયુંકત ઉપક્રમે તારીખ ૦૯ સપ્ટેમ્બર , ૨૦૨૫ ના રોજ ડાંગ જીલ્લા ના સુબીર તાલુકાના બુરથડી ગામ ખાતે પશુ સારવાર તથા ડીવોર્મિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પશુપાલકો દ્વારા મોટી સંખ્યામાં ભાગ લેવામાં આવ્યો  હતો. બુરથડી ગામના કુલ ૩૦ પશુપાલકો પોતાનાં ૩૭ પશુઓ સાથે હાજર રહેલ હતા. આ કાર્યક્રમની શરૂઆત પશુઓની નોંધણીથી કરવામાં આવી હતી. કેમ્પમાં નિષ્ણાંત તરીકે ડૉ. મહેશકુમાર પી. માઢવાતાર, ડૉ. જીગર વી. પટેલ, ડૉ. સુનીલ કાપડી તથા ડૉ. સચીન કલાસવા એ ભાગ લીધો હતો.   આ  પશુ સારવાર કેમ્પમાં  વિવિધ પ્રકાર ની  પશુઓને લગતી સમસ્યાઓ જોવા મળી હતી, જેવી કે તાવ,અપચો,ઝાડા,રીપીટ બ્રીડીંગ,એનિસ્ટ્રસ, ઘા ,મસ્ટાઈટીસ/ બાવલા નો સોજો વગેરે સમસ્યાઓની સારવાર નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી હતી. તદ ઉપરાંત, પશુઓમાં ડીવોર્મિંગ પણ કરવામાં આવ્યું હતું.  નિષ્ણાતો દ્વારા પશુપાલકોને પશુપાલનમાં ઉદ્ભવતા સ્વાસ્થ્ય ને લગતા વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી તેમના પશ્નોનું નિરાકરણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ડાંગ વિસ્તારમાં જોવા મળતા પશુરોગના પ્રસારને અટકાવવા માટે અગાઉથી લેવાય તેવા પ્રતિરોધાત્મક ઉપાયો અંગે પણ પશુપાલકોને સમજણ આપી. અંતમાં  ડૉ. મહેશકુમાર પી. માઢવાતાર દ્વારા તમામ પશુપાલકો તથા હાજર અધિકારી/ કર્મચારીઓનો સફળ કાર્યક્રમના આયોજન બદલ આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમ ડૉ. રાણા રણજીત સિંહ (ઇન્ચાર્જ, પી.વી.કે.), ડૉ. વી. એસ. ડબાસ  (આચાર્ય, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય, નવસારી કેમ્પસ, નવસારી) તથા ડૉ. એમ. એમ. ત્રિવેદી (વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર) ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. પશુ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા કરવામાં આવતી આવી પ્રવૃત્તિઓ ગ્રામ્ય વિસ્તારોમાં વસતા પશુપાલકોને પશુપાલન તરફ પ્રોત્સાહન આપીને આત્મનિર્ભરતાની દિશામાં પ્રેરણા આપે છે.

Back to top button
error: Content is protected !!