BANASKANTHAGUJARATPALANPUR

અંબાજી માં ફુડ એન્ડ ડ્રગ વિભાગ ના દરોડા,20 જેટલા એકમોની તપાસ,લા મિલેનો પિઝેરિયા માં પણ એકસપાયરી ડેટ ની સામગ્રી મળી

૪ ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

આગામી ટૂંક સમયમાં શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહા મેળવનાર છે જેને લઇ વિવિધ વિભાગના વહીવટી તંત્ર સજજ બની રહ્યું છે ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે આવતા યાત્રીકોના સ્વાસ્થ્ય સુખાકારી માટે જિલ્લાનું ફૂડ અને ડ્રગ વિભાગ પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે બનાસકાંઠા જિલ્લાના ફૂડ અને ડ્રગ વિભાગ દ્વારા અલગ અલગ ચાર ટીમો બનાવી વિવિધ ખાધખોરકી વેચાણ હોટલો અને રેસ્ટોરોની ખાધા ખોરાક ની ગુણવત્તા બાબતે ની તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં 20 જેટલી ખાધા ખોરાકીના એકમોની ચકાસણી કરવામાં આવી હતી અને જેમાં લા મિલેનો પિઝેરિયા તેમજ અન્ય રેસ્ટોરન્ટ માં અનેક વસ્તુઓ એક્સપાય ડેટ અને વાસી ખોરાક મળી આવતા અધિકારીઓ દ્વારા કાજુ જેવી મોંઘી વસ્તુઓનો પણ નાશ કરવામાં આવ્યો હતો અને હાથ ધરાયેલી વિવિધ કામગીરીમાં 50 કિલો જેટલી સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો અને રસોડામાં પણ ભારે ગંદકી જોવા મળતા રેસ્ટોરેન્ટના માલિકોને કડક સૂચના આપવામાં આવી હતી એટલું જ નહીં આ વખતે ખાધા ખોરાકનો નાશ કરવામાં આવેલ છે જે બીજી વખત જોવા મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવા જાણવામાં આવ્યું હતુંબાઈટ .પરેશ પટેલ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ બનાસકાંઠાજ્યારે આગામી ભાદરવી પૂનમના મેળાને લઇ ખાધા ખોરાકી ના હંગામ સ્ટોલ કરવા આવનારે માટે ખાધા ખોરાકી માટે નું લાયસન્સ ફરજિયાત લેવાનું રહેશે જેને લઇ અંબાજી ખાતે ફૂડ લાઇસન્સ આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવનાર છે જેને લઇ મેળામાં ખાધા ખવરાવી વેચાણ કરનાર ફૂડ લાઇસન્સ અંબાજી ખાતે થીજ મળી રહેશે

Back to top button
error: Content is protected !!