BHARAT BHOGAYATADecember 26, 2024Last Updated: December 26, 2024
17 1 minute read
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી
જામનગર (ભરત ભોગાયતા)
વલસાડ જિલ્લાના ઉમરગાંવ તાલુકાના સોલસુમ્બા ગામની રહેવાસી મિસ અંજલી ચૌરસિયા એ ૨૧ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ રાજસ્થાનના જયપુર શહેરમાં સ્થિત ઝી સ્ટુડિયો ખાતે યોજાયેલા ફોરેવર સ્ટાર ઇન્ડિયા કાર્યક્રમમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું.
આ કાર્યક્રમમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી 100થી વધુ યુવતીઓએ ભાગ લીધો હતો. તેવા આકર્ષક સ્પર્ધામાં મિસ અંજલી ચૌરસિયા એ પોતાની પ્રતિભા અને આત્મવિશ્વાસના આધારે ‘ફોરેવર મિસ ગુજરાત’માં દ્વિતીય ક્રમાંક મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
અંજલીની આ સિદ્ધિ સમગ્ર વલસાડ જિલ્લાના માટે ગૌરવકારક ક્ષણ છે.
સફળતાની ખુશી માત્ર તેમના ચહેરા પર જ નહીં, પરંતુ સમગ્ર ગામ અને સંબંધીઓમાં પણ ખુશીની લહેર ઉભી કરી છે. સપનાને સાકાર કરવા માટે મહેનત અને આત્મવિશ્વાસ જરૂરી છે, જે મિસ અંજલી ચૌરસિયા એ સાબિત કર્યું છે