આંજણા પટેલ કેળવણી મંડળ, પાલનપુર સંચાલિત એન.પી.પટેલ આર્ટસ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કૉલેજના ગુજરાતી વિભાગ દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણની આંતરકૉલેજ સાહિત્યિક કાવ્યપઠન, કાવ્યલેખન અને વાર્તાલેખનની અનોખી સ્પર્ધા યોજાઈ
29 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ, પાલનપુર સંચાલિત એન.પી.પટેલ આર્ટ્સ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કૉલેજના ગુજરાતી વિભાગ દ્વારા યુનિવર્સિટી કક્ષાની આંતરકૉલેજ સાહિત્યિક કાવ્યપઠન, કાવ્યલેખન અને વાર્તાલેખન સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી. આ સ્પર્ધામાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી-પાટણની વિવિધ કૉલેજના ૩૫ સાહિત્યિરસિક વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લીધો હતો. કાવ્યપઠન સ્પર્ધામાં ગુજરાતના જાણીતા કવિ કૃષ્ણ દવે, સૌમ્ય જોશી, રમેશ પારેખ, સિતાંશુ યશચંદ્ર વગેરેની કવિતાઓનું વિદ્યાર્થીઓએ પઠન કર્યું હતું. કાવ્યપઠન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક ઝીલ ગિરીશકુમાર ગુપ્તા- જી. ડી. મોદી કૉલેજ ઓફ આર્ટસ-પાલનપુર, દ્વિતીય ક્રમાંક બાવા કરણપુરી કંચનપુરી- કે. એન. એસ. બી. એલ. આર્ટ્સ ઍન્ડ કોમર્સ કૉલેજ-ખેરાલુ, તૃતીય ક્રમાંક સોલંકી પાયલ- એમ.એ.પરીખ ફાઈનઆર્ટ્સ ઍન્ડ આર્ટસ કૉલેજ-પાલનપુર પ્રાપ્ત કરેલ છે. વાર્તાલેખન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક ઠાકોર ઋત્વા દશરથભાઈ – ટી.એસ.આર. કોમર્સ કૉલેજ-પાટણ, દ્વિતીય ક્રમાંક મકવાણા દશરથભાઈ જી.ડી.મોદી કૉલેજ ઓફ આર્ટ્સ-પાલનપુર, તૃતીય ક્રમાંક શેખ મોહંમદભાઈ ડી.ડી. ચોક્સી કૉલેજ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન વિદ્યામંદિર કેમ્પસ-પાલનપુરના વિદ્યાર્થીએ પ્રાપ્ત કરેલ છે. કાવ્યલેખન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક બાવા કરણપુરી કંચનપુરી -કે.એન.એસ.બી.એલ. આર્ટસ અને કોમર્સ કૉલેજ-ખેરાલુએ પ્રાપ્ત કરેલ છે.
કાવ્યલેખન અને કાવ્યપઠન સ્પર્ધામાં નિર્ણાયક તરીકે પાટણની શ્રી અને શ્રીમતી પી.કે.કોટાવાલા આર્ટસ કૉલેજના પ્રાધ્યાપક કવિ શ્રી ડૉ.પીયૂષ ચાવડા તથા વાર્તાલેખન સ્પર્ધાના નિર્ણાયક તરીકે વડાલીની શેઠશ્રી ભુરાલાલ છગનલાલ શાહ આર્ટ્સ કૉલેજના પ્રાધ્યાપક વાર્તાકાર શ્રી ડૉ.પ્રભુદાસ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ બંને નિર્ણાયકશ્રીઓએ સ્પર્ધામાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપી આ દિશામાં આગળ વધવાની સલાહ આપી. સાથે જ કૉલેજ દ્વારા થયેલ આ સ્પર્ધાઓની પહેલને બિરદાવી આવી અનેક સ્પર્ધાઓ યોજવા બાબતે સૂચન કર્યું હતું.
આ સ્પર્ધાઓને સફળ બનાવવા માટે કૉલેજના સ્ટાફની મદદ સતત મળતી રહી છે. ત્રણેય સ્પર્ધાઓનું સંચાલન કૉલેજના આચાર્યાશ્રી ડૉ.મનીષાબેન કે. પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક ડૉ.કાર્તિકકુમાર મકવાણા તથા પ્રાધ્યાપક હિનાબેન ભટોળે સુંદર અને સફળતાપૂર્વક કર્યું હતું.