BANASKANTHAGUJARATPALANPUR
વડગામ તાલુકાના પેપોળ ગામના ખેડૂત પરિવાર ના પુત્ર અંકિત પ્રજાપતિ કલકત્તા ના કુચ બિહારમાં ફરજ દરમિયાન શહીદ થયા

5 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
વડગામ તાલુકાના પેપોળ ગામના ખેડૂત પરિવારના યુવાન અંકિત દેવાભાઈ પ્રજાપતિ કલકત્તાના કુચ બિહારમાં ફરજ દરમિયાન ગુરુવારે મોડી રાત્રે શહીદ થતાં શનિવારે બનાસકાંઠા વડગામ ના પેપોળ ગામે તેમના પાર્થિવદેહને વતન લાવવામાં આવ્યો હતો. જ્યાં મોટીસંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા.ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વીર યુવાન – 2021 માં 45 બીએસએફ a બટાલીયનમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયા હતા. જેમની ફરજને ચાર વર્ષના ટૂંકા સમયમાં જ કલકત્તાના કુચ બિહારમાં ફરજ દરમિયાન ગુરુવારે મોડી રાત્રે શહીદ થયાના સમાચાર મળતાં જ પરિવારજનોમાં તેમજ પેપોળ ગામ સહિત તાલુકાભરમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી. પુષ્કર ગૌસ્વામી એ જણાવ્યું હતું.





