BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે કંપનીઓમાં ચોરી કરતા 2 સગા ભાઈઓની કરી ધરપકડ

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ એલસીબીએ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની બે કંપનીમાં થયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ બે સગાભાઈઓને પટેલ નગર ઝૂપડપટ્ટીમાંથી ઝડપી પાડ્યા હતા ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી અંકલેશ્વરની પટેલ નગર રેલ્વે ફાટક પાસેની ઝૂપડપટ્ટીમાં ફરી રહ્યા છે.
જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને શૈલેશ રણજીત રાઠવા તેમજ જીગ્નેશ રણજીત રાઠવાને ઝડપી પાડ્યો હતો જેઓ બંનેની પુછપરછ કરતા તેઓએ ત્રણ મહિના પહેલા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ભાવિક મશીનરી અને પ્રિન્સ એન્જીનીયરીંગ કંપનીમાં નેત્રંગ તાલુકાના ઝરણા ફોરેસ્ટ કંપની ખાતે રહેતો દિનેશ ઉર્ફે ધીરુ મગન વસાવા સાથે મળી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી.પોલીસે બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!