કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયત માં ૧૫ મી ઓગસ્ટ ની ખાસ ગ્રામ સભા નો ફિયાસકો.!

તારીખ ૧૮/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
સમગ્ર ગુજરાતમાં ૧૫ ઓગસ્ટ ના રોજ ખાસ ગ્રામ સભા નું આયોજન સરકાર દ્વારા ૮ આઠ ઓગસ્ટ એ પરિપત્ર બહાર પાડી ૧૫ ઓગસ્ટ ના રોજ તમામ ગ્રામ પંચાયત ઓમાં ગ્રામ સભા યોજવા માટે જાહેર નામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું અને ક્યાં ક્યાં મુદ્દાઓ ઉપર ચર્ચા કરવી ગામજનો ને સરકારી લાભો ની જાણ કરવી તેમજ વિવિધ મુદ્દાઓ ગ્રામ સભામાં લેવા તે અંગે નો પરિપત્ર સરકાર દ્વારા બહાર પાડ્યો હતો જેની જાણ તમામ સાંસદ સભ્યો અને ધારાસભ્યો ને તેની જાણ કરવાની હોય તેવું પરિપત્ર માં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ત્યારે આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા દ્વારા વીડિયો ના માધ્યમથી જણાવેલ કે ૧૫ ઓગસ્ટ ના રોજ તમામ ગ્રામ પંચાયતો માં ગ્રામ સભા નું આયોજન માટે સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે પરિપત્ર માં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તમામ સાંસદ સભ્ય ધારાસભ્ય ને જાણ કરવાની અને હું ધારાસભ્ય હોવા છતાં ગ્રામ સભા અંગે મને કોઈ જાણ કરવામાં આવી નથી તેવું સોશિયલ મીડિયા ના માધ્યમ થી વીડિયો બનાવી વાયરલ કરવામાં આવ્યો હતો ત્યારે વાત કરીએ તો કાલોલ તાલુકા ના વેજલપુર ગ્રામ પંચાયત માં ૧૫ ઓગસ્ટ ના રોજ ગ્રામ સભા નું આયોજન કરવા માટે ગ્રામ પંચાયત ના તલાટી ક્રમ મંત્રી ને પણ લેટ જાણ થઈ હોય તેવું લાગી રહ્યું છે જેના કારણે વેજલપુર ગ્રામ પંચાયત માં ૧૫ ઓગસ્ટ ના રોજ ગ્રામ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેજલપુર પી એચ સી આરોગ્ય મુખ્ય અધિકારી ના નેતૃત્વ હેઠળ ગ્રામ સભા યોજવાની હતી જેમાં વેજલપુર પી એચ સી આરોગ્ય મુખ્ય અધિકારી હાજર રહયા નહતા અને ગ્રામ પંચાયત સભ્યો પણ હાજર નહતા આંગણવાડી કાર્યકરો આશા વર્કરો પણ એકપણ હાજર જોવા મળી નહતી માત્ર વેજલપુર ગ્રામ પંચાયત ના મહિલા સરપંચ અને તલાટી ક્રમ મંત્રી તેમજ તાલુકા પંચાયત સભ્ય હાજર રહયા હતા અને ગામના માત્ર ૧૫ થી ૨૦ જેટલા ગામના જાગૃત નાગરિકો હાજર રહયા હતા વેજલપુર ૨૦ હજાર જેટલી વસ્તી ધરાવતું મોટું ગામ હોવા છતાં ગામજનો ને ગ્રામ સભા ની જાણ ન હોય જેથી ગામજનો ઓછી માત્રામાં હાજર જોવા મળ્યા હતા ગામના છેવાડાના લોકોને ગ્રામ સભા ની જાણ થતી નથી જેથી વેજલપુર ગામ પંચાયત ના તલાટી ક્રમ મંત્રી દ્વારા ગ્રામ સભા મુલત્વી રખાય હતી જેથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા એ એક વીડિયો ના માધ્યમથી જણાવેલ કે મને આ અંગે જાણ નથી કરાઈ તો શું વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ પંચાયત સભ્યો તેમજ ગામજનો ને એજન્ડો ગામા ફેરવી તેની જાણ કરાઈ કે નથી કરાઈ તેવી અનેક ચર્ચા ઓનો વિષય વેજલપુર ગામમાં બનવા પામ્યો છે ગામના જાગૃત નાગરિક દ્વારા જણાવેલ છે કે વેજલપુર ગ્રામ પંચાયત ને તાલુકા પંચાયત માંથી ગ્રામ સભા અંગે લેટ પરિપત્ર મળતા લોકોને ગ્રામ સભા અંગે જાણકારી મળી નથી જેના કારણે ગ્રામ સભા મુલત્વી રખાય છે.





