
સમીર પટેલ, અંકલેશ્વર
અંકલેશ્વર – હાંસોટ રોડ પર બે અકસ્માતમાં એક મહિલા અને યુવાને જીવ ગુમાવી દીધો છે જયારે બે યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયાં છે. પ્રથમ બનાવમાં પ્રથમ બનાવ પુન ગામ નજીક લાખા હનુમાનજી મંદિર સામે રોડ પરથી બાઈક લઇ નવા હરિપુરા ગામ સંજય, અજય અને સ્નેહલ વસાવા પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન એસ.ટી. બસની ઓવરટેક કરી રહ્યાં હતાં. તે દરમિયાન બાઇકનું સ્ટિયરીંગ બસને અડી જતાં બાઇક સ્લીપ ખાઇ ગઇ હતી. જેમાં સ્નેહલનું ગંભીર ઇજાના પગલે સ્થળ પર જ મોત થયું હતું જયારે અન્ય બેને ગંભીર ઇજા થઇ હોવાથી સારવાર માટે ખસેડાયાં હતાં. બબીજો બનાવ રાત્રીના સજોદ નજીક બન્યો હતો. નવા હરિપુરા ગામે જન્મદિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે અંકલેશ્વરની મા રેસીડન્સીમાં રહેતાં મયંક પટેલ તેમની પત્ની મોસમી સાથે આવ્યાં હતાં. બંને પ્રસંગમાં હાજરી આપીને હરિપુરાથી પરત ઘરે જવા માટે બાઇક પર નીકળ્યાં હતાં.નાંગલ પાટિયા પાસે ઇનોવા કાર ચાલકે બાઇકને ટકકર મારતાં અકસ્માત થયો હતો. જેમાં મોસમીનું સ્થળ પર જ મોત થયું હતું જયારે પતિને સારવાર માટે ખસેડાયો છે.
				



