BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

અંકલેશ્વર પોલીસની કડક કાર્યવાહી:પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત આરોપીને કર્યો તડીપાર

સમીર પટેલ, ભરૂચ

અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા આરોપી સામે કડક કાર્યવાહી કરી છે. પોલીસે આરોપીને તડીપાર કરતાં અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
રાજ્ય સરકારે અસામાજિક તત્વો સામે વિશેષ ઝુંબેશ શરૂ કરી છે. આ અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ પણ કડક કાર્યવાહી કરી રહી છે. અંકલેશ્વર તાલુકાના માંડવા ગામના રહેવાસી પ્રકાશભાઈ ઉર્ફે પકો મગન વસાવા વિરુદ્ધ નાયબ કલેક્ટર સમક્ષ તડીપારની દરખાસ્ત કરવામાં આવી હતી.
દરખાસ્ત મંજૂર થયા બાદ આરોપીને માંગરોળના દિણોદ ખાતે રહેતી તેની બહેન સુમિત્રા વસાવાના ઘરે તડીપાર કરવામાં આવ્યો છે. આરોપી પ્રોહિબિશનના અનેક કેસોમાં સંડોવાયેલો હતો. પોલીસની આ કડક કાર્યવાહીથી અન્ય અસામાજિક તત્વોમાં ડરનો માહોલ છવાયો છે.

Back to top button
error: Content is protected !!