AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે વાર્ષિકોત્સવ ની ઉજવણી કરાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, આહવા ખાતે ‘SRC’ સમિતિ અને ‘સાંસ્કૃતિક સમિતિના સંયુક્ત ઉપ ક્રમે તા.૨૫/૦૨/૨૦૨૫ રોજ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ નિર્મળાબેન ગાઈનના અધ્યક્ષ સ્થાને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ની થીમ ઉપર કોલેજમાં વાર્ષિકોત્સવ, પારિતોષિક વિતરણ અને શુભેચ્છા સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

વાર્ષિકોત્સવ માં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આઠ પ્રકારના જુદા જુદા સ્ટોલ લગાવવામાં આવ્યાં હતાં. જેમાં મિલેટ્સ થી ડાંગી ડીશની પરંપરાગત વાનગીઓ, વારલી પેઇન્ટિંગ નું સ્ટોલ, ઇનોવેશન સ્ટોલમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતે બનાવેલ સેન્સર કાર, બ્લાઈન્ડ સ્ટીક ગેસ ડિટેક્ટર વાઈટ ડિટેક્ટર વગેરે વિગેરે પ્રોજેક્ટ નું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અંબિકા હળદર સ્ટોલ સ્નેક્સ વગેરે સ્ટોલનું પ્રદર્શન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ્ય ડાંગ દર્શન, ડાંગી સંસ્કૃતિ અને ડાંગી વાનગીઓ અંગે લોકોમાં પ્રચાર પ્રસાર તેમજ વિદ્યાર્થીઓમાં રહેલા આંતરિક સુષુપ્ત શક્તિઓ ઉજાગર કરવા માટે તેમજ તેમનામાં દૃઢ આત્મવિશ્વાસ કેળવાય તેવા હેતુસર વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કરી ભવિષ્યમાં પોતે આત્મનિર્ભર બની શકે તે હેતુથી આ પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટી ના કુલપતિ શ્રી ડૉ મધુકર પાડવી અને ડાંગ જિલ્લા પ્રાયોજના વહીવટદાર શ્રી આનંદ પાટીલ સહિત ના મહાનુભાવોએ સ્ટોલ નિદર્શન કર્યું હતું.

આ પ્રસંગે કોલેજના આચાર્યશ્રી ડૉ.યુ. કે. ગાંગુર્ડેએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી પોતાના પ્રસંગોચિત ઉદબોધનમાં વિદ્યાર્થીઓના ભાવિ ઘડતર માટે આશીર્વાદ આપ્યા હતા. તેમજ “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના સંકલ્પને સાકાર કરવા બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના કુલપતિશ્રીને આદિવાસીઓની સંસ્કૃતિની એકરૂપતા જળવાઈ રહે તે માટે MOU કરવાનું આહવાન કર્યું હતું. તેમજ ડાંગના વિદ્યાર્થીઓને તમામ ડિગ્રી ઓ અહીંથી જ મળી રહે તે માટે ડાંગ-આહવાને શિક્ષણ નું હબ બનાવવાનો સંકલ્પ કર્યો હતો.

બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટી રાજપીપળાના કુલપતિશ્રી ડૉ. મધુકર એસ. પાડવી અને ઉપસ્થિત જુદી જુદી કોલેજના આચાર્યશ્રીઓના હસ્તે કોલેજમાં પીએચ.ડી થયેલા અધ્યાપકો ને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.

આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લા પ્રાયોજના વહીવટદાર શ્રી આનંદ એ. પાટીલ (IAS), ફૅકલ્ટી ઓફ આર્ટસ VNSGU સુરતના ડીન શ્રી અને શ્રી મોરાર જી દેસાઈ આર્ટ્સ & કોમર્સ કોલેજ બુહારીના આચાર્યશ્રી ડૉ. જયંતિ એસ. ચૌધરી, સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ભીલાડના આચાર્યશ્રી ડૉ. કાશીરામ એ. ભોયે, અને સરકારી વિજ્ઞાન કોલેજ આહવા ડાંગના આચાર્યશ્રી ડૉ. અરુણ ભાઇ ધારીયા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ ઉતરોઉત્તર પ્રગતિ કરે એવા આશીર્વચન આપ્યા હતા.

કાર્યક્રમમાં BA અને MA ના વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિ ભાવો રજુ કર્યા હતા. તેમજ ‘SRC’ સમિતિના અધ્યક્ષ શ્રી પ્રા. ડૉ.દિલીપભાઈ ગાવિતે કોલેજનો વાર્ષિક અહેવાલ પ્રસ્તુત કર્યો હતો.

કાર્યક્રમ ના બીજા ચરણમાં વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્યા હતો. જેમાં વિદ્યાર્થીઓએ જુદી જુદી કુલ ૨૪ જેટલી કૃતિ ઓ રજૂ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!