GUJARATJUNAGADHKESHOD

કેશોદના માણેકવાડા માલબાપા મંદિરે બીજા સોમવારે ભાવિકોનું ઘોડાપુર, ફરાળ,પ્રસાદ પીરસવામાં આવ્યો,સમસ્ત ગ્રામજનો સેવામાં જોડાયા

કેશોદના માણેકવાડા માલબાપા મંદિરે બીજા સોમવારે ભાવિકોનું ઘોડાપુર, ફરાળ,પ્રસાદ પીરસવામાં આવ્યો,સમસ્ત ગ્રામજનો સેવામાં જોડાયા

કેશોદ પંથકના માણેકવાડા ગામે પૌરાણિક માલબાપાનું મંદિર આવેલું છે અને વર્ષ 1976 ના માલબાપા એ સાક્ષાત દર્શન દીધા હતા ત્યારથી અત્યાર સુધી અનેક પરચા દીધા છે.અને કોરોના સમયમાં મેળો બંધ રહ્યાં બાદ ફરી મેળો રાબેતા મુજબ શરૂ થયો છે.અને શ્રાવણના બીજા સોમવારની પણ ઉજવણી કરાઈ હતી અને માણેકવાડા માલબાપાના મંદિરે શ્રાવણ મહિનામાં પ્રથમ સોમવારે માલબાપાના દર્શનાર્થે ભાવિકો ઉમટી પડ્યા  અને અનેક શ્રદ્ધાળુઓ માનતા ઉતારવા આવ્યા હતા માણેકવાડા માલબાપા મંદીરે બિરાજતા નાગદેવતા એક પૌરાણિક ઈતિહાસ સાથે દર્શનાર્થીઓનુ  આસ્થાનું પ્રતીક છે અહી દર્શનાર્થીઓ દર્શને આવે છે. કોઈ શ્રદ્ધાળુઓએ માનેલી માનતા પુરી કરે છે. એવી શ્રદ્ધા સાથે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શને આવે છે. માલબાપાના મંદિરે આવતા તમામ દર્શનાર્થીઓ માટે મંદિર તરફથી ચા પાણી ભોજન પ્રસાદી ફરાળ સહીતની વ્યવસ્થા પણ કરવામાં આવે છે આખો શ્રાવણ માસ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. જેમાં પણ શ્રાવણ મહીનાના દર સોમવારે માલબાપા મંદિરે અસંખ્ય શ્રદ્ધાળુઓ પગપાળા દર્શન કરવા જાય છે. જ્યાં દર્શનાર્થીઓ પુજા અર્ચના ભોજન પ્રસાદી સહીતનો લાભ લે છે કેશોદના માણેકવાડા ગામે આવેલ નાગદેવતા માલબાપા નાગ કુળના હોવાની સંખ્યાબંધ કથાઓ કાઠીયાવાડી સાહિત્યમાં વર્ણવાયેલ છે. તાજેતરમાં જ નાગદેવતા માલબાપા નું સિંહાસન ચાંદી થી એક દાતા પરિવાર દ્વારા મઢી આપવામાં આવ્યું હતું. માલબાપા મંદિરે સાક્ષાત નાગદેવતા એ દર્શન આપ્યા હતા અને ભાવિકો ભકતો એ દર્શનનો લાભ લીધો હતો. માણેકવાડા ગામ તરફથી દર્શનાર્થે આવતાં ભાવિકો ભકતો માટે ભોજન પ્રસાદ ની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને હજારો ભાવિકો ભકતો શ્રધ્ધાળુઓ એકપંગતે પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા મેળવે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં નાગદેવતા માલબાપા મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

 

અહેવાલ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!