AHAVADANGGUJARAT

જાહેરનામો: નવસારી જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે જાહેર સ્થળોએ કટઆઉટ/હોર્ડિંગ્ઝ લગાવી શકાશે નહિ

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી યોગરાજસિંહ બી. ઝાલાએ એક જાહેરનામાં દ્વારા નવસારી જિલ્લાના નવસારી મહાનગરપાલિકા, ગણદેવી નગરપાલિકા તેમજ જિલ્લાપંચાયત/તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૨૬ ને અનુલક્ષીને તાત્કાલિક અસરથી તા.૩૦/૦૪/૨૦૨૬ દરમિયાન જાહેર સ્થળોએ કટઆઉટ/હોર્ડિંગ્સ/બેનર લગાડવા પર પ્રતિબંધાત્મક હુકમો જારી કર્યા છે. જો કટઆઉટ/હોર્ડિંગ્સ વિગેરે ખાનગી માલિકીની જગ્યામાં મૂકવામાં આવે તો તમામ શરતોનું પાલન થવું જોઇએ.  જેમાં હોર્ડિંગ્સની સાઇઝ ૧૫ ફૂટ ×૮ ફૂટથી વધુ હોવી જોઇએ નહિ. કટઆઉટની ઉંચાઇ ૮ ફૂટથી વધવી જોઇએ નહિ. કટઆઉટ જાહેરાત, પાટીયા, બેનરો વિગેરે કોઇ સ્થળે મૂકતાં પહેલા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને જાણ કરવાનું રહેશે.

આ હુકમના ભંગ કે ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ -૧૩૧ મુજબ સજાને પાત્ર થશે.

Back to top button
error: Content is protected !!