ઈન્દ્રમાણામા થરા કોલેજની NSS ની વાર્ષિક શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
ઈન્દ્રમાણામા થરા કોલેજની NSS ની વાર્ષિક શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

ઈન્દ્રમાણામા થરા કોલેજની NSS ની વાર્ષિક શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના NSS વિભાગ દ્વારા પ્રેરિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરા આયોજિત એન. એસ.એસ.વિભાગની વાર્ષિક શિબિર ૨૭ મી જાન્યુઆરી થી બીજી ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી ઓગડ તાલુકાના ઈન્દ્રમાણા ખાતે યોજાનાર છે ત્યારે તા. ૨૮/૦૧/૨૦૨૬ ના રોજ કોલેજ ના પ્રિ.ડો.ડી.એસ.ચારણના માર્ગદર્શન હેઠળ સંસ્થાના પ્રમુખ ધિરજકુમાર શાહના અધ્યક્ષ સ્થાને કોર્પોરેટર ગીરાબેન શાહ, સરપંચ ભીખીબેન પ્રજાપતિ, ઉપસરપંચ હરગોવનભાઈ દેસાઈ,પ્રજાપતિ સમાજના અગ્રણી રમેશભાઈ પ્રજાપતિ, ભેમાભાઈ પ્રજાપતિ ભગત, પ્રા.શાળાના આચાર્ય રેવાભાઈ દેસાઈ તથા સ્ટાફ,મા.શાળાના આચાર્ય રાજેશભાઈ રાવળ, પ્રા.આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ, આંગણવાડી કર્મચારીઓ, ગ્રામ જનો,કોલેજ સ્ટાફ,એન. એસ. એસ.ના સ્વયંસેવકોની ઉપસ્થિતિમા શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.સરસ્વતી વંદના બાદ પ્રિન્સિપાલે સ્વાગત પ્રવચન કરી શિબિરના થીમ પર વ્યાખ્યાન આપતાં જણાવ્યુ કે વર્તમાન સમયમાં દીકરા દીકરીના ભેદ ભૂલીને દીકરીઓને પણ દીકરાની જેમ પાલન પોસણ તેમજ દીકરા જેટલી તક દીકરીને આપવી જોઈએ. દીકરી એ સમાજ વ્યવસ્થાનું કેન્દ્ર બિંદુ છે. સાત દિવસની શિબિરમા આરોગ્યને લગતા કાર્યકમ જેવા કે પ્રાકૃતિક ખેતી,પશુપાલન, પર્યાવરણની જાણવણી તેમજ અંધશ્રદ્ધા નિવારણ,લોક ડાયરો, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે પ્રકાર ના કાર્યક્રમ યોજાશે.શંકરભાઈ બારોટે શિબિરર્થીઓનું સ્વાગત કરી તમામ પ્રકારની સગવટો અને સહકાર આપવાનું જણાવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું આયોજન ડો.રામ સોલંકીએ કર્યું હતું. સંચાલન કિશન દેસાઈ અને આભાર વિધિ મોનાકુમારી સિન્હાએ કરી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99785 21530




