
મેંદરડામાં સ્વ.શ્રી.મકવાણા એભલભાઈ અમરાભાઇ શૈક્ષણિક સંકુલ સંચાલિત માતૃશ્રી મોંઘીમાં મહિલા કોલેજ તથા શ્રી ગાયત્રી વિનય મંદિર દ્વારા વાર્ષિકોત્સવ- 2026 ની ઉજવણી કરવામાં આવેલ. જેમાં ધો.09 થી એમ.એ. ની પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થી ભાઇઓ તથા બહેનોને સન્માનવામા આવેલ.ઉપરોક્ત કાર્યક્રમમાં ભારત સરકાર દ્વારા કલા ક્ષેત્રમાં પદ્મશ્રી એનાયત કરવામાં આવેલા છે તેવા પ્રખ્યાત ઢોલ વાદક માન.શ્રી હાજીભાઈ મીર (હાજી રમકડું) નું સંસ્થા દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવેલ તેમજ હાજીભાઇ રમકડું મેંદરડા ખાતે પધારેલ હોય તેમની આ સિદ્ધિ બદલ મેંદરડાના ડો.અજમેરા પરિવાર તથા શ્રી વંદે માતરમ સેવા સમિતિ દ્વારા પણ તેમનુ સન્માન કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સર્વ કુમારભાઈ બસિયા તથા અનકભાઈ ભોજક, જીલ્લા ભાજપના મહામંત્રી હિરેનભાઈ સોલંકી, મેંદરડાના સરપંચ જે.ડી.ખાવડુ, મોટીવેશનલ સ્પીકર ભરતભાઈ મેશિયા, મુંબઈના અગ્રણી ઉદ્યોગપતિ જીગ્નેશભાઈ હીરાણી,સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી મકવાણા કૃષ્ણકુમાર એભલભાઈ, ભાવનાબેન અજમેરા,રવિભાઈ અજમેરા,સરપંચશ્રીઓ સર્વશ્રી મંગળુભાઈ જેબલિયા, બાઘાભાઈ ખુમાણ,સતિષભાઈ બસીયા, દેશુભાઈ પાડવા, હમીરભાઇ માડમ,વલ્લભભાઈ ચાવડા,અશ્વિનભાઈ વઘાસિયા, સંજયભાઈ છોડવડીયા, ચંદ્રેશભાઇ ખુંટ, દેશુભાઈ ગીડા તથા ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ સહિતના મહેમાનો, પત્રકારશ્રીઓ,પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ,માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ, સ્ટાફગણ તથા વિશાળ સંખ્યામાં વાલીગણ અને વિદ્યાર્થી ભાઈઓ – બહેનો ઉપસ્થિત રહેલ.આ કાર્યક્રમમાં શાળાના નિવૃત કર્મચારીશ્રીઓ સર્વ શ્રી રામભાઈ ભેડા તથા શ્રી દિલીપભાઈ સંચાણિયાનો પણ સન્માન સમારોહ રાખવામાં આવેલ.તેમજ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો માટે વોટર કુલર તથા આર.ઓ.પ્લાન્ટ નું પણ લોકાર્પણ કરવામાં આવેલ ઉપરોક્ત કાર્યક્રમનું સમગ્ર સંચાલન આચાર્યશ્રીઓ એમ.એમ.કથિરિયા, જી.કે.મણવર તથા જે.વી.રામે કર્યું.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






